Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર અવાદર ગામે વાછરડીનો શિકાર કરનાર દીપડો પાંજરે પુરાયો

Share

 

અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો છે.

Advertisement

અંકલેશ્વરના અવાદર ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દહેશત મચાવનાર દીપડો અંતે વન વિભાગ દ્વારા ગોઠવાયેલા પાંજરામાં પૂરાયો છે. દીપડો પકડાતા ગ્રામજનોમાં રાહતનો શ્વાસ લીધો છે.બે દિવસ પૂર્વે દીપડાએ ગામના એક ડેરી ફાર્મ પર હુમલો કરી ત્રણ વાછરડીઓ પર આક્રમણ કર્યું હતું. જેમાં એક વાછરડીનો શિકાર થયો હતો, જ્યારે અન્ય બે પશુઓ ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો.ગ્રામજનોની રજૂઆત બાદ વન વિભાગની ટીમે સ્થળ પર પાંજરું ગોઠવી દેખરેખ વધારી હતી. સતત મોનીટરીંગ બાદ દીપડો પાંજરામાં પુરાયો હતો.દીપડો પકડાતા મોટી સંખ્યામાં ગ્રામજનો સ્થળ પર એકત્ર થયા હતા. વન વિભાગ દ્વારા દીપડાને તબીબી તપાસ બાદ યોગ્ય સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.


Share

Related posts

ભરૂચ : કોરોનાએ નગરપાલિકા કર્મચારીનો ભોગ લીધો જાણો કોણ ?

ProudOfGujarat

અમદાવાદમાં પર્યાવરણને નુકસાન પહોંચાડાતા 41 બાંધકામ સાઈટ સીલ કરાઇ.

ProudOfGujarat

ભરૂચનાં ઝઘડિયામાં ઓવરલોડ વાહનોમાં આર.ટી.ઓ.ની મિલીભગત કે શું ? સતત ચર્ચાતો પ્રશ્ન ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!