Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા ભાજપના નવા પ્રમુખ પરેશ લાડે સંભાળ્યો પદભાર : પ્રકાશ મોદીને અડધી ટર્મમાં જ બદલાયા બાદ સંગઠનની કમાન પરેશભાઇ લાડને સોંપાઈ

Share

 

ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશભાઇ લાડની વરણી થયા બાદ ગુરુવારે તેમણે જિલ્લા પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીને તેમની અડધી ટર્મ પૂર્ણ થાય તે પહેલાં જ બદલીને પરેશભાઇ લાડની નિમણૂક કરવામાં આવી છે.

Advertisement

ગુરુવારે સવારે પરેશભાઇ લાડે સૌપ્રથમ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ત્યારબાદ તેઓ ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જિલ્લા કાર્યાલય ખાતે પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેનો પદભાર સંભાળ્યો હતો.

નવા જિલ્લા પ્રમુખના આગમનને પગલે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. જિલ્લા કાર્યાલયની બહાર કાર્યકરોએ ફટાકડા ફોડી પરેશભાઇ લાડનું સ્વાગત કર્યું હતું.

પરેશભાઇ લાડની નિમણૂક બાદ હવે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનની આગામી કામગીરી અને સંગઠનાત્મક કાર્યક્રમોમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ બની રહેશે.


Share

Related posts

ઉમરપાડા વનવિભાગે શંભુનગરના કમોદવાવ પાસે ખેરનાં લાકડાં ભરેલી બોલેરો પીકઅપ સાથે રૂ.૩,૦૭,૫૯૪ નો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

ગાંધીનગરનાં વિશ્વપ્રસિદ્ધ રૂપાલ વરદાયીની માતાની વર્ષો જૂની પરંપરા મુજબ લાખો લિટર ઘીનો અભિષેક કરાયો.

ProudOfGujarat

વડોદરાની મોબાઇલની દુકાનમાંથી 22 મોબાઇલની ચોરીમાં રીઢો ચોર ઝડપાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!