Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIA

પાલેજ બજારમાં સોનું વેચવા ફરતાં બોરીના શખ્સને પોલીસે દબોચ્યો

Share

10 ગ્રામનું સોનાનું બિસ્કીટ માત્ર 50 હજારમાં વેચવા નિકળ્યો હતો
ભરૂચ શહેરના સિવિલ હોસ્પિટલ રોડ પરથી મળ્યાંની કેફિયત
ભરૂચ.
ભરૂચ તાલુકામાં આવેલાં પાલેજ ગામમાં એક શખ્સ સોનાનો બિસ્કીટ સસ્તામાં વેચવાની ફિરાકમાં આંટાફેરા મારી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઇ એ. એ. ચૌધરીએ ટીમના કોન્સ્ટેબલ કરસનભાઇ તેમજ અન્ય કર્મીઓ સાથે બજારમાં તપાસ કરતાં બાતમી મુજબ ગ્રે કલરનું સફેદ લીટાવાળું શર્ટ તેમજ મહેંદી કલરનું પેન્ટ પહેરેલ શખ્સને ઝડપી પાડ્યો હતો. ટીમે તેની પાસેથી 1.60 લાખની મત્તાની જેકે જ્વેલર્સ  સ્ટેશન રોડ ભરૂચની છાપવાળો 10 ગ્રામની સોનાની બિસ્કીટ મળી આવી હતી. ટીમે તેની પુછપરછ કરતાં તેણે તેનું નામ સુભાષ હરિ વસાવા (રહે. ડેરી ફળિયુ, બોરી) હોવાનું જણાવ્યુું હતું. સોનાની લગડી અંગે પુછતાં તેણે કબુલ્યું હતું કે, તે ભરૂચ શહેરમાં સિવિલ હોસ્પિટલ રોડ પર રસ્તામાં તેને લગડી મળી હતી. તેણે વધુમાં ઉમેર્યું હતું કે, લગડી ભરૂચમાંથી મળી હોઇ ત્યાં પકડાઇ જવાની બીક લાગતી હતી. જેથી તે પાલેજ ગામમાં લગડી વેચવાની ફિરાકમાં હતો. જોકે, તે પહેલાં જ પોલીસે તેને દબોચી લીધો હતો. પોલીસે કુલ 1.60 લાખની મત્તાની બિસ્કીટ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ઝઘડીયાની એક કંપની દ્વારા સીએસઆર હેઠળ વિદ્યાસાથી પ્રોજેક્ટ ચલાવાય છે જેમાં શિક્ષકોની ઘટ ધરાવતી 62 શાળાઓમાં 81 શિક્ષિકા બહેનોની નિમણુક.

ProudOfGujarat

અમદાવાદ – અજમેર ઇન્ટરસિટી 31 માર્ચ સુધી રદ રહેશે.

ProudOfGujarat

કોરોનાના વધતા સંક્રમણને લઇને રાજપારડીનું બજાર બપોરના બે સુધી ખુલ્લુ રહેશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!