Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વરના પીરામણ ગામની સીમમાં સૂકા કચરામાં લાગી આગ…..

Share

દિનેશભાઇ અડવાણી

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર પીરામણ ગામ વિસ્તારમાં આવેલા ઝમઝમ એપાર્ટમેન્ટની બાજુમાં સૂકા કચરામાં એકાએક આગ લાગી જવા પામી હતી. આગ ધીમે ધીમે મોટું સ્વરૂપ પકડતા છેવટે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવ્યું હતું.અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવાનો પ્રયાસ ચાલુ કર્યો હતો.મળતી માહિતી અનુસાર આગમાં કોઇ પણ વ્યક્તિને જાનહાની પહોંચી નથી અને કોઈપણ જાતનું આર્થિક નુકશાન થવા પામ્યું નથી.હાલ આગ સંપૂર્ણ રીતે અંકલેશ્વર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમે કાબૂમાં મેળવી છે.હાલ અંકલેશ્વરમાં આવા સૂકા કચરાઓમાં વારંવાર આગ લાગતી રહે છે.જો કોઈ મોટી ઘટના બને એની પહેલા સરકાર આવી બાબતો પર ધ્યાન દોરે એવું પણ લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.

Advertisement


Share

Related posts

અંકલેશ્વર ઓ.એન.જી.સી કોલોની નજીક આવેલ કોસ્મોસ સોસાયટીમાં અજાણ્યા ઇસમોએ વાહનોમાં તોડફોડ કરતા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ…

ProudOfGujarat

मिस वर्ल्ड की कमाई जानकर हैरान हो जायेंगे आप !

ProudOfGujarat

પાલેજ પંથકમાં સેંકડો હેક્ટર ખેતી પાકને અતિ ભારે વરસાદથી નુકસાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!