Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર પોલીસનો મોટો ધડાકો: આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ના ૩ સાગરીતો પકડાયા, ૮ ચોરીના ગુના ઉકેલાયા

Share

ભરૂચ :

અંકલેશ્વર શહેર “એ” ડિવિઝન પોલીસે વાહનોના કાચ તોડી તેમજ વાહનચાલકોનું ધ્યાન ભટકાવી ચોરી કરતી કુખ્યાત આંતરરાજ્ય ‘ત્રિચી ગેંગ’ (ઠક-ઠક ગેંગ)નો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના એક મુખ્ય સાગરીત સહિત કાયદાના સંઘર્ષમાં આવેલા ૨ સગીરોને ઝડપી પાડી ભરૂચ, વડોદરા, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના કુલ ૮ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Advertisement

CCTV કેમેરાની મદદથી ઓપરેશન પાર પાડવામાં આવ્યું

ગત ૩૧ ઓગસ્ટના રોજ અંકલેશ્વરમાં સર્કલ ત્રણ રસ્તા પાસે આવેલી બેંક ઓફ બરોડામાંથી એક નાગરિક રૂ. ૧ લાખ રોકડા ઉપાડીને એક્ટિવાની ડેકીમાં મૂકીને ચૌટા બજાર ગયા હતા. ત્યાં અજાણ્યા ચોરે ડેકી તોડી રોકડ રકમ તેમજ અગત્યના દસ્તાવેજો ભરેલી થેલીની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે અંકલેશ્વરથી પલસાણા સુધીના ૪૦૦ જેટલા સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા. તપાસ દરમિયાન સુરત જિલ્લાના પલસાણા નજીક ઈટારવા વિસ્તારમાંથી શંકાસ્પદ ઈસમો મળી આવ્યા હતા. મુખ્ય આરોપી ડી. વેંકટેશને માત્ર તમિલ ભાષા જ આવડતી હોવાથી પોલીસે ઓનલાઈન ટ્રાન્સલેશન ટૂલની મદદથી પૂછપરછ કરી ગુનાની કબૂલાત કરાવી હતી.

ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી (MO)
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ બેંક અને ભીડભાડવાળા બજારો પાસે પાર્ક કરેલા વાહનોની રેકી કરતી હતી. ત્યારબાદ વાહનચાલકનું ધ્યાન ભટકાવવા માટે “તમારા પૈસા નીચે પડી ગયા છે” અથવા “ગાડીમાંથી ઓઈલ લીક થાય છે” જેવી અફવાઓ ફેલાવી ધ્યાન ભટકાવતા અને વાહનની ડેકી કે કાચ તોડી રોકડ અને સામાન ચોરીને ફરાર થઈ જતા હતા.

મુદ્દામાલ અને આરોપીઓની વિગતઝડપાયેલા આરોપીઓ:
૧. ડી. વેંકટેશ દુરાઈરાજ ગૌંડર (ઉં.વ. ૪૩, મૂળ રહે. તિરુચિરાપલ્લી/ત્રિચી, તામિલનાડુ)
૨. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક (ઉં.વ. ૧૫)
૩. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક (ઉં.વ. ૧૬)

કબ્જે કરેલ માલમત્તા (કુલ રૂ. ૧,૨૫,૦૨૦/-):
એક કાળા રંગની યુનિકોર્ન બાઇક (GJ-16-BM-0638) – કિંમત રૂ. ૭૦,૦૦૦/-
એક પ્લેટીના બાઇક (GJ-16-DL-9455) – કિંમત રૂ. ૫૦,૦૦૦/-
રોકડ રકમ રૂ. ૫,૦૨૦/-

પોલીસે પકડાયેલા આરોપીઓ સામે સંગઠિત ગુનાની કલમોનો ઉમેરો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરુચ થયુ અનલોક : ઘણા સમયબાદ ખુલ્લા મુકાયા મંદિરોના દ્વાર..

ProudOfGujarat

બાંગ્લાદેશ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત, આ 3 ક્રિકેટરોને ટીમમાં ન મળ્યું સ્થાન

ProudOfGujarat

ભરુચ : ઇ-સ્ટેમ્પ વિતરણ કેન્દ્રોની મનમાની લોકોમાં આક્રોશ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!