Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ગુમ થયેલ પર્સ મળતા ડ્રાઈવિંગ લાઈસન્સ અને ચૂંટણી કાર્ડમાં અલગ અલગ એડ્રેસ હોવાથી મહિલા કોન્સ્ટેબલને યુવકનો સંપર્ક કરવામાં મુશ્કેલી..

Share

પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર ટ્રાફિક નિયમન કરતી વખતે મહિલા કોન્સ્ટેબલને એક પર્સ મળ્યું હતું. આ પર્સમાં રૂપિયા 1.60 લાખના 6 જેટલા ATM કાર્ડ હતાં. જેથી મહિલા કોન્સ્ટેબલે અંદરના અન્ય ડોક્યુમેન્ટ જોતા તેમાંથી ડ્રાઈવિંગ લાયસન્સ અને ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. જેથી મહિલા કોન્સ્ટેબલે તેના અન્ય સંબંધીઓની મદદથી યુવકનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો હતો. જોકે બન્ને ડોક્યુમેન્ટ પર અલગ અલગ એડ્રેસ હોવાથી થોડી મુશ્કેલી પડી હતી. જોકે, આખરે યુવકનો સંપર્ક તથા તેને ડોક્યુમેન્ટની ખરાઈ કરીને પર્સ પરત કર્યું હતું. જેથી યુવકે મહિલા કોન્સ્ટેબલ સાથે સમગ્ર પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

મહિલા કોન્સ્ટેબલે માનવતા દાખવી પરવત પાટીયા વિસ્તારમાં આવેલા કબૂતર સર્કલ કેશવનગર ચાર રસ્તા પર રીટાબેન જીતુભાઈ નામના મહિલા કોન્સ્ટેબલ (બકલ નંબર 2652) ફરજ બજાવી રહ્યા હતાં. એ દરમિયાન તેમને એક પર્સ રસ્તા પર પડેલું નજરે ચડ્યું હતું. જેથી પર્સ લઈને ખોલતાં તેમાં રોકડની સાથે ATM કાર્ડ મળી આવ્યાં હતાં. પર્સમાં મંદાની મયુર વિઠ્ઠલભાઈ નામના યુવકનું ચૂંટણી કાર્ડ અને ડ્રાઈવિંગ લાયસન્સની કોપી પણ મળી આવી હતી. જેથી પર્સમાં રહેલા એટીએમ સહિતના દસ્તાવેજોની ગંભીરતા સમજીને રીટાબેને સૌ પ્રથમ તેમના કજીનનો સંપર્ક કરીને યુવકના ઘરના એડ્રેસ પર મોકલ્યો હતો.જો કે એક ડોક્યુમેન્ટમાં માતાવાડીનું એડ્રેસ હતુ જ્યારે બીજામાં લંબે હનુમાન રોડ એડ્રેસ હતું. એટલે યુવકનું ઘર શોધવામાં કલાક જેવો સમય નીકળી ગયો હતો. અંત યુવકના પિતા વિઠ્ઠલભાઈનો સંપર્ક થતા તેમણે તેના દીકરાને મોકલ્યો હતો.

Advertisement

રીટાબેને પાંચ વર્ષથી પોલીસ બેડામાં સેવા આપે છે મૂળ સાબરકાંઠાના ઈડરના વતની રીટાબેન જીતુભાઈ વર્ષ 2016 થી પોલીસ બેડામાં સેવા આપી રહ્યાં છે. સુરતમાં સૌ પ્રથમ પુણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવ્યાં બાદ છેલ્લા 18 મહિનાથી રીટાબેન રિજિયન-1 માં કોન્સ્ટેબલ તરીકે સેવા આપી રહ્યાં છે. રિટાબેને જણાવ્યું હતું કે, પર્સ મળ્યું ત્યારે પર્સમાં ઘણા બધા એટીએમ કાર્ડ હતાં. યુવક અને તેના પરિવારના સભ્યોના અલગ અલગ કાર્ડ હતાં. એટલે સમય બગાડ્યા વગર પર્સ પરત કરીને મેં મારી જવાબદારી પૂર્ણ કરી હતી.

પર્સ ન મળ્યું હોત હેરાન થઈ જાત-યુવક પર્સને પરત મેળવનાર મંદાની મયુરે જણાવ્યું હતું કે, પર્સ ગુમ થયાની જાણ થતાં જ મને પરસેવો વળી ગયો હતો. હવે શું કરીશ તેની ચિંતા હતી. રીટા મેડમ અને પોલીસનો હું ખૂબ ખૂબ આભારી છું કે મને તાત્કાલિક તેમણે પર્સ પરત કર્યું. મારા પર્સમાં પરિવારના તમામ સભ્યોના એટીએમ કાર્ડ હતાં. આ કાર્ડ બ્લોક કરાવતાં મને નાકે દમ આવી જાત અને ફરી શરૂ કરાવવા માટે મારે ઘણું હેરાન થવું પડ્યું હોત.

જયદીપ રાઠોડ : સુરત


Share

Related posts

શામળાજી પોલીસે કારમાં અમદાવાદ લઇ જવાતો 1.26 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

ProudOfGujarat

પરપ્રાંતીય ઇંગલિશ દારૂના પાઉચ ઝડપાયા …

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ગરીબ-મધ્યમ અને મજુર વગૅને મોટાપાયે અનાજ કિટનું વિતરણ કર્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!