Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સેન્ટીંગનો સામાન ભરેલાં ટ્રેક્ટરને ટ્રકે પાછળથી અકસ્માત સર્જયો, સેન્ટીગના લાકડાના ટેકા માથામાં વાગતાં ટ્રેક્ટર ચાલકનું મોત

Share

ભરૂચ.
ભરૂચના તવરા રોડ પર આવેલાં ગોલ્ડન લક્ઝરીયા ખાતે રહેતાં અને ગુરુકૃપા કન્સ્ટ્રક્શનમાં સાઇડ એન્જિનિયર તરીકે ફરજ બજાવતાં રોહિત જેરામ કુકડિયા સાયખા જીઆઇડીસીમાં તેમની સાઇટ પર હતાં. તે વેળાં તેમના કન્સ્ટ્રક્શન કંપનીની નવી સાઇટ ભરૂચ નેશનલ હાઇવે નંબર 48 પર ઝઘાર ગામ પાસે ભાગ્યોદર હોટલ નજીક ચાલું થયું હતું. તેમની સાયખાની સાઇટ પરથી સેન્ટીંગનો સામાન ભરીને ઝંઘાર લઇ જવાનો હતો. જેના પગલે તેમના ટ્રેક્ટરમાં સેન્ટીંગનો સામાન ભરીને ઝંઘાર લઇ જવામાં આવી રહ્યો હતો. ટ્રેક્ટર તેમના ડ્રાઇવર દિનેશ કટિયા સિંગાડીયા ટ્રેક્ટર લઇને ઝંઘાર જઇ રહ્યાં હતાં. તે વેળાં નેશનલ હાઇવે પર ભાગ્યોદય હોટલની સામે પહોંચતાં એક ટ્રકના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું ટ્રક હંકારી લાવી ટ્રેક્ટરને પાછળથી જોરદાર ટક્કર મારી હતી.જેના પગલે ટ્રેક્ટરમાં ભરેલાં સેન્ટીંગના સામાન પૈકીનો સેન્ટીંગના લાકડાના ટેકો ફેંકાઇને ડ્રાઇવર દિનેશના માથામાં વાગતાં ગંભીર રીતે ઘવાયો હતો.તેને તાત્કાલિક સારવાર માટે પાલેજ આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર વેળાં મોત નીપજ્યું હતું. બનાવ સંદર્ભે નબીપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

ખેતરમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ :સ્થાનિકોએ આરોપીને ઝડપી પોલીસ હવાલે કર્યો બાળકીના કપડાં કાઢવા જતા લોકો પહોંચતા યુવક ભાગ્યો અંતે સ્થાનિકોએ પકડી પાડ્યો :વલસાડના અટગામ નજીક બનાવ

ProudOfGujarat

અમદાવાદની સાબરમતી જેલમાં કાચા કામના કેદી પાસેથી ગાંજાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ભરૂચની રૂંગટા સ્કૂલમાં ફાયર સેફ્ટી વર્કશોપનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!