Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દહેજની બિરલા કોપર કંપનીમાંથી મહારાષ્ટ્ર લઇ જવાનું કોપર રસ્તામાં જ ચોરવાના કારસામાં 15 વર્ષે આરોપી ઝબ્બે

Share

ભરૂચ.
દહેજની બિરલા કોપર કંપનીમાંથી કોપર ભરીને મુંબઇના જેએનપીટી બંદર લઇ જવા નિકળેલાં ટ્રેલર ચાલક સહિત તેના સાગરિતોએ રસ્તામાં જ 63.36 લખાનું કોપર રસ્તામાં જ સગેવગે કરી દવાના કારસામાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમા છેલ્લા 15 વર્ષથી ડ્રાઇવર અહેસાન રહેમતુલ્લા ખાન (રહે. બલરામપુર, યુપી) ફરાર હતો. ટીમ તેને શોધવા માટેના પ્રયાસો કરી રહ્યાં હતાં. દહેજ પોલીસે તેને લિસ્ટેડ આરોપી તરીકે જાહેર કર્યો હતો અરસામાં ભરૂચની પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, તે હાલમાં મહારાષ્ટ્રના પાલઘર જીલ્લામાં આવેલાં મનોર ખાતે રહે છે. જેના પગલે ટીમે સ્થળ પર દોડી જઇ વોચ ગોઠવી અહેસાન રહેમતુલ્લા ખાનને ઝડપી પાડી ભરૂચ લાવી દહેજ પોલીસને સોંપ્યો છે. દહેજ પોલીસે તેની ધરપકડ કરી તેના રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચ જીલ્લામાં આજરોજ 23 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1295 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વર- બાર કલાક સુધી ડેડબોડી સરકારી હોસ્પિટલમાં પડી રહી પરંતુ ડોક્ટર ના આવતા પરિવારજનોમાં આક્રોશ..

ProudOfGujarat

ભરૂચ પાંજરાપોળ ખાતે વિનામૂલ્યે આયુર્વેદિક નિદાન અને સારવાર કેમ્પ યોજાયો : મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ હાજરી આપી નિઃશુલ્ક આરોગ્ય સેવાનો લાભ લીધો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!