Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વર: જુના બોરભાઠા બેટ પ્રાથમિક શાળામાં વન ભોજન કાર્યક્રમ યોજાયો

Share

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી વન ભોજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

શાળાની આચાર્યા કિરણબેનના જણાવ્યા અનુસાર બાળકોને પ્રકૃતિ સાથે જોડવા અને પુસ્તકી જ્ઞાન સાથે પ્રાયોગિક જાણકારી આપવાના હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. ગામ નજીક આવેલ રેવાણય વન વિસ્તારમાં વિદ્યાર્થીઓને લઈ જઈ વિવિધ જીવન ઉપયોગી વનસ્પતિઓની ઓળખ કરાવવામાં આવી તેમજ તેના ઔષધીય અને દૈનિક જીવનમાં થતા ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

Advertisement

કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ પ્રકૃતિની ગોદમાં આનંદ સાથે શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. અંતે સર્વે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ આચાર્યા અને શિક્ષકગણ સાથે મળીને વન ભોજનની મજા માણી હતી.

આ પ્રસંગે જુના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ગામના અગ્રણીઓ, શાળાના આચાર્ય-શિક્ષકગણ તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમને લઈને વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.


Share

Related posts

સુરતના આર્કિટેક્ટે બનાવેલા ઇંટના પ્રોજેક્ટને ઇંગ્લેન્ડમાં યોજાનારા બ્રિક ઇન્ટરનેશનલ અવોર્ડ માટે નોમિનેશન મળ્યું

ProudOfGujarat

ભરૂચ-ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી અને રાજ્યપાલને રસ્તાઓનું નિરીક્ષણ કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી..!!

ProudOfGujarat

સુરતના ખટોદરા વિસ્તારમાં 22 વર્ષના અરસાના યુવક ઝાડ ઉપર ગળેફાંસો ખાધેલી અવસ્થામાં મળી આવતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!