Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર અકસ્માત, ટેમ્પો ચાલકને ફાયર વિભાગે બચાવ્યો

Share

 

ભરૂચ નજીક NH 48 પર આવેલા ઝાડેશ્વર ચોકડી ઓવરબ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઓવરબ્રિજ પર યાંત્રિક ખામીના કારણે એક કન્ટેનર માર્ગ વચ્ચે ઉભું રહી ગયું હતું. દરમિયાન પાછળથી આવતો ટેમ્પો ધડાકાભેર કન્ટેનર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.

Advertisement

અકસ્માત એટલો જોરદાર હતો કે ટેમ્પો ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ફાયર કર્મચારીઓએ કટિંગ સાધનોની મદદથી ચાલકને સહી-સલામત બહાર કાઢવામાં સફળતા મેળવી હતી.

અકસાનમાં ચાલકને પગના ભાગે ઈજા પહોંચતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ તેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળે છે.

અકસાનના પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી. પોલીસ ટીમે સ્થળ પર પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.


Share

Related posts

નડિયાદના બસ સ્ટેન્ડમાં ચોરીના ૩ મોબાઇલ સાથે એક ઇસમને પોલીસે ઝડપી પાડયો

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પ્રભારી સચિવ શાહમીના હુસૈનના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લાની સમીક્ષા બેઠક યોજાઇ

ProudOfGujarat

અપહરણના તથા પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીઓ તથા ભોગ બનનારને શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોર્ડ નડીયાદ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!