Proud of Gujarat
GujaratFeaturedINDIA

માંગરોળ : નાની નરોલી પ્રાથમિક શાળામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો.

Share

માંગરોળ તાલુકા નાનીનરોલી પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પંચાયત સિંચાઇ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. શાળાની બાળાઓ દ્વારા પ્રાર્થના, સ્વાગત ગીત રજુ કરવામાં આવેલ હતું. અફઝલ ખાન પઠાણ તેમજ અન્ય મહેમાન દ્વારા ધોરણ 1 માં પ્રવેશ પામતા બાળકોને પ્રવેશ આપવામાં આવેલ હતો તેમજ દીપ ટ્રસ્ટ નાની નરોલી તરફથી દફતરની કીટ દાન સ્વરૂપે આપવામાં આવેલ હતી. નાની નરોલી સ્કૂલના માજી વિદ્યાર્થી અને હાલ વિદેશ રહેતા ઈરફાન ઐયુબ પટેલ તરફથી બાળકોના યુનિફોર્મ માટે 3 લાખનુ દાન આપવામાં આવેલ તેમજ અન્ય દાતા તરફથી પણ દાન મળેલ જે બદલ શાળાના આચાર્ય મનહરભાઈ પરમારે આભાર માનેલ હતો. આ સાથે આ પ્રસંગે જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના અધ્યક્ષ અફઝલ ખાન પઠાણ, નાની નરોલી ગામના સરપંચ રૂપસિંગભાઈ વસાવા, અબુબકર તર્કી, કમળાબેન, તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી મનહરભાઈ પરમાર, બી.આર. સી હીરાભાઈ ભરવાડ, શિક્ષકો વાલીઓ અને બાળકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન નાની નરોલી ખાતે આચાર્ય મનહરભાઈ પરમાર તેમજ તેઓના સ્ટાફ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં વિવિધ GIDCમાં ગેર કાયદેસર વગે કરાતાં વેસ્ટ અને એફલૂઅન્ટ પર GPCBની બાજ નજર.

ProudOfGujarat

ભરૂચના ખાનગી બેન્કની ટી-શર્ટ મોકલનાર કંપની સામે ફરિયાદ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિ દ્વારા નરેશભાઇ પટેલના જન્મદિન નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!