Proud of Gujarat
bharuchCrime & scandalFashionFeaturedGENERAL NEWSGujaratUncategorized

ભરૂચમાં ૭૭.૫૬ લાખના મત્તાની દારૂની ૨૭ હજાર બોટલો પર બૂલડોઝર ફેરવાયું : એસડીએમ અને ડીવાયએસપીની ઉપસ્થિતિમાં કાર્યવાહી હાથ ધરી હતી

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ ડિવિઝનમાં આવતાં ૬ પોલીસ સ્ટેશનોમાં છેલ્લા એક વર્ષમાં ઝડપાયેલાં કુલ ૭૭.૫૬ લાખની મત્તાના વિદેશીદારુના જથ્થા પર બૂલડોઝર ફેરવી દેવાયું હતું. ચાવજની વિડીયોકોન કંપનીમાં અવાવરૂ જગ્યામાં થયેલી કામગીરી વેળાં ભરૂચ એસડીએમ, ડીવાયએસપી સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ભરૂચ જિલ્લામાં દારૂબંધીની ચુસ્તપણ અમલવારી થાય તે માટે પોલીસ વિભાગના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા સતત પ્રોહિબિશનના કેસ કરવામાં આવે છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં ભરૂચ એ ડિવિઝન, બી. ડિવિઝન, સી ડિવિઝન તેમજ નબીપુર અને પાલેજ સહિત રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાયેલાં કુલ ૩૨૯ કેસમાં પોલીસે વિદેશીદારૂની નાનીમોટી કુલ ૨૭,૩૬૨ બોટલો જપ્ત કરી હતી. દરમિયાનમાં કોર્ટમાંથી આ વિદેશીદારૂના જગ્યાના નિકાલ માટે કોર્ટમાંથી મંજૂરી મળતાં શનિવારે ભરૂચના ચાવજ ખાતે આવેલી વિડીયોકોન કંપનીમાં અવાવરું જગ્યામાં વિદેશીદારુનો નાશ કરવાની પક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તમામ  પોલીસ સ્ટેશનોમાંથી દારૂનો મુદ્દામાલ લઈ આવી સંકુલમાં તમામ દારૂની બોટલો પાથરી દીધી હતી. જે બાદ તેના પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. આ કાર્યવાહી સમયે ભરૂચ એસડીએમ મનિષા મનાણી અને ડીવાયએસપી ડો. અનિલ સિસારા હાજર રહ્યાં હતાં. ઉપરાંત તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં.


Share

Related posts

રાષ્ટ્રીય એકતા દોડ માટે નીકળેલ દોડવીર મિલિંદ સોમનનું ઝઘડીયા ખાતે આગમન.

ProudOfGujarat

છોટાઉદેપુર મુકામે આમ આદમી પાર્ટીએ ભાજપના રાજય કક્ષાના મંત્રી મીનાક્ષી લેખી વિરુદ્ધ કલેક્ટરને આવેદન આપ્યુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 17 દર્દી ઉમેરાતા કુલ સંખ્યા 1096 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!