Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં સિઝર યોગેશ બેલેરાવ સામે બાકી લોનના બહાને ૨૭ હજારની ઠગાઈની વધુ એક ફરિયાદ નોંધાઈ

Share

 

પાંચબત્તી પાસે એક્ટિવા ચાલકને રોકી ગાડી જપ્ત કરવાની ધમકી આપી હતી

Advertisement

। ભરૂચ ।

ભરૂચમાં સિઝર યોગેશ બેલેરાવ આણી કંપનીની પાકધમકીથી એક યુવાનનું એટેક આવવાથી મોત થયું હતું. જેની તપાસ હજી ચાલુ હતી અને બીજાલોકો સામે આવી રહ્યાં છે. ગઈકાલે ચાર જણાએ યોગેશ બેલેરાવ સામે કરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ શહેરના ડુંગરી શેરપુરા રોડ પર આવેલાં મદિના પાર્ક ખાતે રહેતાં શેહજાન સોએબ ખલીફા દહેજ બાયપાસ રોડ પર ચાંદની કોમ્પ્લેક્ષમાં સલુનની દુકાન ધરાવે છે. કોલવાણા ગામે રહેતાં તેના મિત્ર બાજી વાહીદ બસીરને રૂપિયાની જરૂરિયાત હોઈ શેહજાને તેને ૩૫ હજાર રૂપિયા આપ્યાં હતાં. ઉપરાંત તેની એક્ટિવા ફેરવવા માટે લીધી હતી જે હજી તેમની પાસે જ છે. દરમિયાનમાં ગત ૨૮મી નવેમ્બર ૨૦૨૫ના રોજ તે એક્ટિવા પર મદિના હોટલથી સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. તે વેળાં પાંચબત્તી સર્કલ પાસે કેટીએમ બાઈક પર સવાર શખ્સે તેમને એક્ટિવા સાઈડમાં ઉભી રાખવા કહેતાં તેઓ ઉભા રહ્યાં હતાં. શખ્સે તેમને જણાવ્યું હતું કે, તેનું નામ યોગેશ બેલેરાવ છે. અને તે સિજરનું કામ કરે છે. તેમની એક્ટિવાના હપ્તા બાઉન્સ થઈ ગયો છે તેમજ લોનના ૧ લાખરૂપિયા ભરવાના બાકી છે.

જો લોન નહીં ભરે તો ગાડી ગોડાઉનમાં જમા કરાવી દઈશ તેવી ધમકીઓ આપી હતી. બીજી તરફ જો તારી ગાડી જમા ન કરું તે માટે તારે ૨૭ હજાર રૂપિયા સેટલમેન્ટ પેટે આપવા પડશે તેમ જણાવતાં શેહજાન સોએબ ખલીફાને પરત ધમકાવ્યાં હતાં. જેથી તેમણે ગભરાઈ જતાં તેમણે તેમના પિતરાઈ ભાઈ પાસે ૨૭ હજાર રૂપિયા મંગાવી તેમને આપ્યાં હતાં. જોકે, યોગેશ બેલેરાવે તેને તેના પિયા લીધાં બાદ તે અંગેની કોઈ રસીદ આપી ન હતી. અરસામાં ભરૂચ શહેરમાં કેટલાંક લોકોને. યોગેશ ભાલેરાવે આજ પ્રકારે છેતાં હોવાનું સામે આવતા આખરે તેમણે હિમત અકત્ર કરી ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

સિઝર યોગેશ અને તેના સાથીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું

ભરૂચ એડિવિજન પોલીસે સિજરોની પાકપમકીથી યુવાનના મોત થવાની ઘટનામાં મુખ્ય આરોપી વોગેશ બેલેરાવ સહિત ચાર જણાની ધરપકડ કરી હતી. બાદમાં યોગેશ અને સંજય વસાવા સામે બીજી ફરિયાદ પણ નોંધાઈ હતી. દરમિયાનમાં પોલીસે મંગળવારે સિજરોનું સરથસ કાયું હતું. બન્નેને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવ કેવી રીતે બન્યો તેનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતુ. બન્ને આરોપીઓને ભરતડકામાં ખુલ્લા પગે આખા વિસ્તારમાં ફેરવ્યાં હતાં. તેમજ ઘટનાની તમામ વિગતો ભારિકાઈથી મેળવી હતી.


Share

Related posts

અંકલેશ્વર : માત્ર 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારાયુ….બાળકીનાં પિતાએ નરાધમને મોતને ઘાટ ઉતાર્યો…

ProudOfGujarat

રાજપીપલા રંગનગર સોસાયટીમા ઘરે ઘરે માસ્ક વગર દૂધ આપવા આવતા સુપર સ્પ્રેડર બનેલા બે દુધવાળાને પોલીસે માસ્ક વગર રંગે હાથે પકડયા.

ProudOfGujarat

આમોદ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!