Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુલેર ગામ હત્યાના પ્રયાસ કેસમાં બે આરોપી ઝડપાયા, મુખ્ય સુત્રધાર હજી ફરાર

Share

વાગરા

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના મુલેર ગામે ભયનું વાતાવરણ ઊભું કરવા માટે રચાયેલા હત્યાના પ્રયાસના કાવતરામાં સંડોવાયેલી ત્રિપુટીમાંથી બે આરોપીઓને વાગરા પોલીસે ઝડપી પાડ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધાર હજી સુધી પોલીસ પકડથી દૂર છે. ગામના 126 લોકોએ સહી સાથે રજૂઆત કરી જામીન અરજીનો વિરોધ કરતા આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, વાગરા પોલીસ મથકે હત્યાના પ્રયાસની ફરિયાદ નોંધાઈ હતી. ઘટનાના દિવસે મુબ્બસીર હનીફ ગઠ પાણીનું ટેન્કર લઈને બસ સ્ટેન્ડ નજીકથી પસાર થતો હતો ત્યારે મકસુદ ઉમરજી પટેલે તેના પિતા હનીફ ગઠ દ્વારા ફોન પર ધમકી આપવામાં આવી હોવાની વાત કરી હતી. આ મુદ્દે મુબ્બસીરે પોતાના પિતાને ફોન કરતા હનીફ ગઠ સુફીયાન ગઠને સાથે લઈને ગાડીમાં સ્થળ પર પહોંચી આવ્યા હતા.

આક્ષેપ મુજબ, હનીફ ગઠે ગાડી આશરે 100ની સ્પીડે દોડાવી મકસુદ પટેલને ટક્કર મારી આશરે 25 ફૂટ દૂર ફેંકી દીધા હતા અને બાદમાં ગાડી રીવર્સ લઈ તેમના પર ચઢાવી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગાડીમાંથી ઉતરી હનીફ ગઠ, સુફીયાન ગઠ અને મુબ્બસીર ગઠે મળીને મકસુદ પટેલને ઢોર માર માર્યો હતો. આસપાસના લોકો દોડી આવતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.

ઇજાગ્રસ્ત મકસુદ પટેલને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને હાથ-પગમાં ફ્રેક્ચર અને માથામાં ગંભીર ઈજાઓ હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આરોપીઓના પગેરા મેળવવા તપાસ શરૂ કરી હતી.

તપાસ દરમ્યાન પોલીસને સફળતા મળતા મુબ્બસીર ગઠ અને સુફીયાન ગઠને સુરતમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સુત્રધાર હનીફ ગઠ હજી ફરાર છે. ગામજનોમાં ભયનો માહોલ હોવાના પગલે પોલીસે તાત્કાલિક હનીફ ગઠને ઝડપી પાડી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.


Share

Related posts

નવસારીનાં એંધલ ગામથી સાયકલ પ્રવાસે નીકળેલ નરેશભાઈ આહીર તવરા પહોંચતા આહીર સમાજ દ્વારા સ્વાગત કરાયું.

ProudOfGujarat

શ્રીજી મહોત્સવના આયોજકો માટે મહત્વની માહિતી ક્યાં કેટલા ફુટની શ્રીજી ની પ્રતીમાનું વિસર્જન કરી શકાશે જાણો…

ProudOfGujarat

CS પ્રોફેશનલ ફાઈનલનું પરિણામ જાહેરઃ સુરતી સ્ટુડન્ટે દેશભરમાં મેળવ્યો બીજો ક્રમ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!