Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શહેરના શક્તિનાથ શાક માર્કેટના વેપારીઓને બાયોડીગ્રેડેબલ બેગનો ઉપયોગ કરવા તાકીદ

Share

 

ભરૂચ નગર સેવા સદનની પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરુદ્ધ વિશેષ ઝુંબેશ

Advertisement

ભરૂચ

ભરૂચ શહેરમાં પર્યાવરણ સુરક્ષા માટે પ્રતિબદ્ધ ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગને અટકાવવા વિશેષ જનજાગૃતિ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવાના સંકલ્પ સાથે નાગરિકો અને વેપારીઓને પર્યાવરણમિત્ર વિકલ્પો અપનાવવા અપીલ કરવામાં આવી રહી છે.

ઝુંબેશ અંતર્ગત તંત્રની ટીમે શક્તિનાથ શાકમાર્કેટ ખાતે મુલાકાત લઈ વેપારીઓ અને ગ્રાહકો સાથે સીધી વાતચીત કરી હતી. પ્રતિબંધિત પ્લાસ્ટિકના દૂષ્પ્રભાવ અંગે સમજણ આપી બાયોડીગ્રેડેબલ બેગ જેવા વિકલ્પો અપનાવવા અનુરોધ કર્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું હતું કે બાયો બેગ પર્યાવરણ માટે ઓછા હાનિકારક છે. વિશેષ ડાયક્લોરો મિથેન નામના રસાયણમાં ઓગળવાની ક્ષમતા હોવાને કારણે તે જમીન અને જળ પ્રદૂષણ ઘટાડવામાં સહાયક બને છે.

નગર સેવા સદનની આ પહેલને સ્થાનિક નાગરિકો અને વેપારીઓ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવનારા દિવસોમાં પણ આવી ઝુંબેશો ચાલુ રાખવામાં આવશે અને નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવશે.

બાયોડીગ્રેબલ બેગનો ઉપયોગ કરીએ જેથી પર્યાવરણનું જતન થાય

ભરૂચ નગરપાલિકાની અમારી ટીમ દ્વારા શક્તિનાથ શાક માર્કેટ વિસ્તારમાં રોજે રોજની પ્લાસ્ટિક પ્રતિબંધિત માટે ડ્રાઈવ ચાલે છે. જેમાં અમે લોકો ને અપીલ કરીએ છીએ કે તેઓ બાયોડીગ્રેબલ બેગનો ઉપયોગ કરે. જેથી પર્યાવરણનું જતન થાય. અન્ય પ્લાસ્ટિકની થેલીના બદલે આ થેલીનો ઉપયોગ કરાય તો તેનો ડાયક્લોરો મિથેનની મદદથી નિકાલ કરી શકાય. 
- ભૂમીબેન, પાલિકા કર્મચારી, ભરૂચ.


Share

Related posts

ગાંધીનગરનાં પુન્દ્રાસણ ગામનાં ખેતરમાં જુગાર રમતા 7 પૈકી 3 ઇસમોની ધરપકડ

ProudOfGujarat

ભરૂચમાં જલારામ બાપાની જન્મ જ્યંતીની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

પંચમહાલ : કાલોલમાં મહારાણા પ્રતાપ યુવા સંગઠન દ્વારા પ્રતિજ્ઞા મુક્તિ દિવસની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!