Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિનું પાંચબત્તી ખાતે વિરોધ પ્રદર્શન, હરદીપ સિંહ પુરીના રાજીનામાની માંગ

Share

 

ભરૂચ:

Advertisement

 

કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ કથિત રીતે ‘એપસ્ટીન ફાઇલ્સ’માં ઉછળતા રાજકીય માહોલ ગરમાયો છે. આ મુદ્દે ભારતીય જનતા પાર્ટી સામે આક્રમક વલણ અપનાવતા ભરૂચ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું.

તાજેતરમાં ચર્ચામાં આવેલી ‘એપસ્ટીન ફાઇલ્સ’માં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીનું નામ સામે આવ્યું હોવાના આક્ષેપોને પગલે મહિલા કોંગ્રેસે સરકાર પર નિશાન સાધ્યું હતું. હાથમાં બેનરો અને પાર્ટીના ઝંડા સાથે કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી હરદીપ સિંહ પુરીને તાત્કાલિક અસરથી મંત્રીપદ પરથી બરખાસ્ત કરવાની માંગ ઉઠાવી હતી.

મહિલા કોંગ્રેસના આગેવાનોનું કહેવું હતું કે ગંભીર આક્ષેપો ધરાવતા વ્યક્તિનું સરકારમાં સ્થાન નૈતિક રીતે યોગ્ય નથી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુરી સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. સાથે જ ચેતવણી આપી હતી કે જો યોગ્ય પગલા લેવામાં નહીં આવે તો આ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવશે.

આ વિરોધ પ્રદર્શનમાં જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી સહિત અન્ય હોદ્દેદારો અને મોટી સંખ્યામાં મહિલા કાર્યકરો હાજર રહ્યા હતા.


Share

Related posts

વડોદરા જિલ્લાની કરુણા એમ્બ્યુલન્સની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

અંકલેશ્વર : રાષ્ટ્રીય નેતા મર્હુમ અહેમદભાઈ પટેલની આજે ૭૨ મી જન્મ જયંતી: હ્યુમન એઇડ ટ્રસ્ટ અને સરદાર પટેલ હોસ્પિટલ દ્વારા જનહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં ગરીબ પરિવારના બાળકોને શિક્ષિકાઓ દ્વારા કોરોના કાળમાં શિક્ષણ પ્રદાન કરી એક સરાહનીય કાર્ય કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!