Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મારા મિત્રની પત્નીને કેમ લઇ આવ્યો કહીં ચાર શખ્સોનો યુવાન પર હૂમલો

Share

આમોદ તાલુકાંના આછોદ ગામની વિચિત્ર ઘટના
ભરૂચ.
આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે પાણીની ટાંકી પાસે રહેતાં ઇમ્તિયાઝ અહેમદ પટેલે આમોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે, તેની પત્ની નિશાના અગાઉ ચાંચવેલ ગામે રહેતાં રિયાઝ ઉર્ફે ડેનિયલ ઇસ્માઇલ વોરા પટેલ સાથે લગ્ન કર્યાં જોક, રિયાઝ અવાર નવાર ગુનાઓમાં સંડોવાતો હોઇ અને નીશાને તે ગમતું ન હતું જેથી તે છેલ્લાં એકાદ વર્ષથી નિશા ઇમ્તિયાઝ સાથે રહેતી હતી. દરમિયામાાં ગત 13મીએ ઇમ્તિયાઝ તેના ભાઇના ઘરે આછોદના મુન્શી પાર્કખાતે દાવત હોવાથી તેઓ ત઼્યાં ગયાં હતાં. જ્યાંથી તે અને તેની પત્ની નીશા બન્ને બાઇક પર ઘરે પરત જઇ રહ્યાં હતાં. તે વેળાં અંદાજે દશેક વાગ્યાના અરસામાં આછોદ ગામના ઇટોલા રોડ પર આવેલાં ઇકબાલ નિઝામ પઠાણના ઘર પાસે પહોંચતાં ત્યાં હાજર અલ્તાફ ઇકબાલ પઠાણ તેમજ ઇમરાન ઇકબાલ પઠાણ કે જે હનિફ નિઝામ પઠાણના ભત્રીજાઓ હોવાને કારણે તેઓ પણ નિશા તેની સાથે રહેતી હોવાનું તેમને ગમતું ન હોવાથી તેઓએ તે બાબતની દાઝ રાખી તેમની બાઇક રોકી હતી. જે બાદ તેમની સાથે બોલાચાલી અને ધમાલ કરી હતી. અરસામાં અલ્તાફે તેના કાકા હનિફને બોલાવતાં તે પણ અલ્તાફ ઇકબાલ નિઝા સાથે ત્યાં આવી પહોંચ્યોહતો. અને ચારેયે મળી તેમના પર મારક હથિયારો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે નજીકના આરોગ્યર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share

Related posts

ભરૂચના બરકતવાળ ફુરજા વિસ્તારમા માંથી જુગારીયાઓ જુગાર રમતા ઝડપાયા…

ProudOfGujarat

ગોધરા શહેરની સાર્વજનિક કોલેજમાં વિદ્યાર્થીએ પરીક્ષાના છેલ્લા દિવસે પીઠી ચોળીને પરીક્ષા આપતો યુવાન.

ProudOfGujarat

ભરૂચ : નબીપુરથી બિલાલ હજ & ઉમરાહ ટ્રાવેલ્સની ટૂર ઉમરાહ માટે મક્કા મદીના જતાં ટ્રાવેલ્સના સંચાલકોમાં ખુશીની લહેર વ્યાપી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!