Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

હોળી-ધુળેટી અને રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ

Share

 

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ મથક ખાતે હોળી-ધુળેટી અને રમઝાન માસના પવિત્ર પર્વને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તહેવારો શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવાય તેમજ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

Advertisement

બેઠકમાં પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવા સહિત પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા. તેમણે તહેવારો દરમિયાન અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયા પર ભ્રામક માહિતી ન ફેલાવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે તરત પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. તમામ આગેવાનોએ પરસ્પર એકતા, ભાઈચારો અને કોમી એકલાસ જાળવી રાખી તહેવારોની ઉજવણી કરવા માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.

પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને શાંતિ, સૌહાર્દ અને પરસ્પર સન્માનના માહોલમાં તહેવારો ઉજવવા અનુરોધ કરવામાં આવ્યો હતો.


Share

Related posts

સુરેન્દ્રનગર : વિવિધ વોર્ડ વિસ્તારમાં સદસ્યોની પસંદગી કરવાની કામગીરી રાજકીય પક્ષો દ્વારા શરૂ.

ProudOfGujarat

ભરૂચ:શેરપુરા ગામ ખાતેથી ચોરીની બુલેટ મોટરસાયકલો સાથે ત્રણ ને ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસ

ProudOfGujarat

‘અગ્નિવીરો’ને નોકરીની ઓફર મળી, ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ ભરતીની જાહેરાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!