Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં બે જણાએ યુવાનને ફટકાર્યો, બહેન સાથે સંબંધ રાખનારને ટોકતાં તેના ભાઇનો હુમલો

Share

ભરૂચ.
ભરૂચ શહેરના મોટા નાગોરીવાડ વિસ્તારમાં રહેતો. અતુલ વિજય વસાવા ગઇકાલે ધૂળેટીના પર્વને લઇને કંપનીમાં રજા હોઇ તે ઘરે જ હતો. દરમિયાનમાં સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં સિંધીવાડના ટેકરા વિસ્તારમાં રહેતો સાહિલ વસાવાએ તેને ફોન કરી  તું હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે આવ તારી સાથે વાતચીત કરવી છે. જેથી તે બાઇક લઇનેહોસ્ટેલ ગ્રાઉન્ડ પાસે ગયો હતો. જે બાદ તે હોસ્ટેલ ગ્રાઉન્ડથી સિટી સર્વેની ઓફિસ તરફ જવાના રોડ પર સાહિલ વસાવા તેમજ તેનો મિત્ર રોહન વસાવા ત્યાં મળ્યો હતો. સાહિલે તેને પુછ્યું હતું કે, તે અગાઉ કેમ મારા પિતરાઇ ભાઇ રાહુલ વસાવા સાથે બોલાચાલી કરી હતી. જેથી અતુલે તેેને જણાવ્યું હતું કે, તેની બહેન સાથે રાહુલ પ્રેમસંબંધ રાખતો હોઇ તેની સાથે તે બાબતે બોલાચાલી થઇ હતી. જેના પગલે સાહિલે અચાનક ઉશ્કેરાઇ જઇ તેની સાથે ઝઘડો કર્યો હતો. મામલો ગરમાતાં સાહિલ વસાવા તેમજ તેના મિત્ર રોહન વસાવાએ મળી તેને માર મારી  ગંભીર ઇજાઓ પહોંચાડતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી કરી હતી.

Share

Related posts

વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફલૉ સ્કોડ ભરૂચ…

ProudOfGujarat

ભરૂચ હિંગલ્લા ચોકડી પાસે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માત, રીક્ષા પલ્ટી ખાતા એક વ્યક્તિ ઘાયલ

ProudOfGujarat

પિતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલી યુવતીને ૧૮૧ અભયમની ટીમે સમજાવી ઘરે સુરક્ષિત પહોંચાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!