Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSINDIAUncategorized

છોટા હાથી ટેમ્પો ચાલકે ટક્કર મારતાં મોપેડ ચાલક ગંભીર રીતે ઘવાયો : ભરૂચના ઝાડેશ્વર રોડ પર ચિત્રકુટ સોસાયટી 2ના ગેટ સામેની ઘટના

Share

ભરૂચ
ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર મોપેડ અને ટેમ્પો વચ્ચે અકસ્માત સર્જાતા શખ્સને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી મુજબ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતાં વસંત ભોલા જૈના (ઉ.વ. 57) મક્તમપુર જીઇબી કચેરી પાસે ચાઇનિઝની લારી ચલાવે છે. દરમિયાનમાં તે પોતાના એક્ટિવા સ્કૂટર (નંબર GJ-16-CR-0410) પર શહેરના દાંડિયાબજાર શાકમાર્કેટ વિસ્તારમાં ચાઇનિઝનો સામાન લેવા માટે ગયાં હતાં. જ્યાંથી ઘરે પરત ફરતી વખતે ઝાડેશ્વર રોડ પર તુલસીધામ ચોકડી પાસે એક નાનો હાથી ટેમ્પો (નંબર GJ-16-AW-1790) ચાલકે અચાનક બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમની એક્ટિવાને ટક્કર મારી હતી.

અકસ્માતમાં વસંતભાઇ રોડ પર પડી જતા તેમના હાથ, પગ અને માથાના ભાગે ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતા આસપાસના લોકોએ તરત જ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. 108 એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્ત મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં. ડોક્ટર દ્વારા તપાસ કરતાં મહિલાના હાથ અને પગના ભાગે ફ્રેક્ચર તથા અન્ય ઇજાઓ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે ટેમ્પો ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવી અકસ્માત સર્જવાના આરોપ સાથે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

કાંકણપુર ખાતે આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોવિડ રસીકરણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ક્રિકેટ ક્રેઝ – અંકલેશ્વરના દીવી ગ્રાઉન્ડ પર પારખેતની ટીમનો ભવ્ય વિજય, યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કરાયું ટ્રોફી વિતરણ

ProudOfGujarat

ભરૂચ : જીવનથી કંટાળી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવનાર યુવાનને રેસ્ક્યુ કરી બહાર કઢાયો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!