Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરના વિકાસલક્ષી પ્રશ્નો અંગે જિલ્લા કલેકટરને રજુઆત

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

પંચમહાલ જિલ્લાના મુખ્યમથક ગોધરા ખાતે નવનિયુક્ત જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલને ગત તા.૨૩ એપ્રિલ,૨૦૧૮ના રોજ ગોધરાના સામાજિક કાર્યકર કૈલાસ કારીઆ ધ્વારા ગોધરા સહિત જિલ્લાના વિકાસલક્ષી પ્રશ્નો અંગે રૂબરૂ મળીને લેખિતમાં રજુઆત કરી છે
જિલ્લા કલેકટરને કરાયેલી રજૂઆતમાં મુખ્યત્વે ગોધરા શહેરમાં છેલ્લા ચાર વર્ષથી મંથરગતિએ ચાલતી ભૂગર્ભ ગટર યોજનાને કારણે શહેરીજનોને પડી રહેલી મુશ્કેલીના કારણે આ યોજનાનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને શહેર તથા સોસાયટીના જે રસ્તાઓ નવીન બનાવવાના બાકી હોય ત્યાં આગામી સમયમાં વહેલીતકે સોસાયટી વિસ્તાર સહિત નગરના મુખ્ય માર્ગો નવીન બનાવવામાં તે માટે રજુઆત કરી છે.આ સિવાય શહેરના શહેરા ભાગોળ રેલ્વે ફાટક પાસે ટ્રાફિક સમસ્યા નિવારવા,અકસ્માતો અટકાવવાં માટે સદર જગ્યાએ ટુ વિલર,ફોર વિલર વગેરે હળવાં વાહનો માટે અંડરબ્રીજ(ગરનાળુ) વહેલીતકે બનાવવાં માટે રજૂઆત કરી છે.તદઉપરાંત ગોધરા શહેરથી અમદાવાદ જવાના મુખ્યમાર્ગ પર અંદાજે ૧૮ કિ.મિ.ના અંતરે આવેલ અને ઠંડા-ગરમ પાણીના કુંડમાં સ્નાન કરવાના વિશેષ મહિમા માટે જાણીતા સ્થળ ટુવા ખાતે ગુજરાત સહિત દેશમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે સંડાસ, બાથરૂમ, પિવાનું પાણી,લાઈટ,સાફ સફાઈ વગેરે પ્રાથમિક સુવિધાઓ વહેલીતકે ઉપલબ્ધ કરી ટુવાનો યાત્રાધામ તરીકે વિકાસ કરવાં માટે માંગ કરી છે.
આ સિવાય અન્ય પ્રશ્નોમાં ગોધરાથી દાહોદ જવાના મુખ્ય હાઈવે માર્ગ પર અંદાજે ૧૨ કિ.મિ.ના અંતરે વન વિસ્તારમાં આવેલ ખેરોલમાતા ગઢચૂંદડી ધાર્મિક સ્થળ ખાતે મુખ્યમાર્ગથી મંદિર સુધી જવા માટે આશરે દોડથી બે કિ.મિ.કાચા માર્ગની જગ્યાએ વહેલીતકે નવીન પાકો માર્ગ બનાવવાં માટે રજૂઆત કરી છે. આ સિવાય મંદિર ખાતે જરૂરી પ્રાથમિક સુવિધાઓ જેવીકે સંડાસ, બાથરૂમ, પીવાના પાણીની સગવડ,લાઈટ,સાફસફાઈ વગેરે સુવિધાઓ સત્વરે કાર્યરત કરવાં માટે રજૂઆત કરી છે.
આ સિવાય અન્ય પ્રશ્નોમાં જિલ્લામાં આવેલી ગોમા,પાનમ અને મેશરી સહિતની નદીઓમાં રેતીમાફીઆઓ ધ્વારા રાજય સરકારની કરવામાં આવી રહેલી લાખો-કરોડો રૂપિયાની રોયલ્ટીની ચોરીઓ અટકાવવાં માટે જરૂરી પગલાં ભરવાં માટે રજૂઆત કરી છે.ઉપરાંત ગોધરા શહેરમાં બંથ પડેલ ટ્રાફિક સીગ્નલો સત્વરે ચાલુ કરી તે મુજબ ટ્રાફિક નિયમન કરી ટ્રાફિક સમસ્યા નિવારવાં અને અકસ્માતો અટકાવવાં માટે માંગ કરી છે.
આમ ગોધરા શહેરની વિવિધ સમસ્યા અને વિકાસલક્ષી પ્રશ્નોને લઈને તેનો ઝડપથી ઉકેલ કરવાં માટે પંચમહાલ જિલ્લાના નવનિયુક્ત કલેકટર ઉદિત અગ્રવાલને લેખિતમાં રજુઆત કરી છે.

Advertisement

Share

Related posts

પાલેજ પોલીસ મથકે નવા પી.આઈ ની નિમણુંક

ProudOfGujarat

જંબુસર : ગોકળલાલની ખડકી વિસ્તારના 150 વર્ષ જુના મકાનની દીવાલ ધરાશાયી થતા દોડધામ

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના જોધપુર ગામેથી ગાંજાના જથ્થાના છોડ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસની ટીમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!