Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઓપરેશન ‘મ્યુલ હંટ’ હેઠળ સાયબર ફ્રોડ કેસમાં નાસતા આરોપીની ધરપકડ

Share

સાયબર ક્રાઇમના વધતા બનાવોને રોકવા માટે હાથ ધરાયેલા ‘ઓપરેશન મ્યુલ હંટ’ અંતર્ગત અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સાયબર ફ્રોડના ગુનામાં આરોપી રંજનસિંહ રાજમંગલસિંહ (ઉ.વ. 29), રહે. મીરાનગર, દુર્ગા માતા મંદિર પાસે, રાજપીપળા રોડ, સારંગપુર (તા. અંકલેશ્વર) લાંબા સમયથી ફરાર હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ટીમે મીરાનગર વિસ્તારમાં દરોડો પાડી આરોપીની ધરપકડ કરી હતી.
તપાસ મુજબ સાયબર ગુનેગારો લોકોના બેંક ખાતાઓ ભાડે કે કમિશનના આધારે મેળવી તેમાં ઠગાઈથી મળેલા નાણાં ટ્રાન્સફર કરી ATM, ચેક અથવા અન્ય માધ્યમો દ્વારા રોકડમાં પરિવર્તિત કરતા હોવાનું સામે આવ્યું છે. આવી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકવા માટે રાજ્ય પોલીસ દ્વારા “મ્યુલ હંટ” અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
આરોપી સામે અંકલેશ્વર શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNS કલમ 318(2), 317(2), 317(4) અને 61(2)(a) હેઠળ ગુનો નોંધાયો છે. હાલ આરોપીને પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર પી.જી. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.બી. જબેલિયા સહિત પોલીસ ટીમે સફળતાપૂર્વક પાર પાડી હતી.

Share

Related posts

ઉમરપાડાના બિલવાણની ઉત્તર બુનિયાદ શાળા જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં ચેમ્પિયન બની

ProudOfGujarat

મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ.

ProudOfGujarat

જાણો ચૂંટણી અંગેની વિગતો.જાણવા અંગેના મહત્વના ટેલિફોન નંબરો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!