Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે નજીવી બાબતે મારામારી કરતાં મારનો ભોગ બનનારે ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

Share

ઝઘડિયા તાલુકાનાં લીંભેટ ગામે રહેતા સુમનભાઈ ગોપાલભાઈ વસાવા મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્રણ માસ અગાઉ સુમનભાઈની પત્ની ટીનુબેન રિસાઈને છોકરાઓ લઇને તેના પિયર જતી રહી હતી. સુમનભાઈને તેમના છોકરાઓને મળવાનું મન થતાં તેઓ ગત રોજ લિંભેટ ગામમાં જ આવેલી તેમની સાસરીમાં ગયા હતા. સુમનભાઈએ તેમના પુત્ર આશિષને બોલાવ્યો હતો. તે દરમિયાન તેમનો સાળો બળવંતભાઈ, ભાણાભાઈ તથા મુકેશભાઈ સુમનભાઈ તેની પાસે ગયેલા અને એમ જણાવતા હતા કે તું કેમ અહીંયા આવેલ છે. જેથી સુમનભાઈએ જણાવેલ કે હું મારા છોકરાઓને જોવા માટે આવ્યો છું તેમ કહેતા તેમના ત્રણેય સાળા એવું કહેવા લાગેલા કે તારે અહીંયા આવવું નહીં તુ અહીં આવશે તો તને માર મારીશું તેમ જણાવતા સુમનભાઈ કહેલ કે મારા છોકરા છે એટલે હું તેને જોવા માટે આવીશ. જેથી ત્રણેય જણા એકદમ ઉશ્કેરાઇ જઇ સુમનભાઈ સાથે ઝપાઝપી કરી માં બેનની ગાળો બોલવા લાગેલા. આ દરમિયાન બળવંતભાઈ તેના ઘરમાં જઈ લોખંડની ટોમી લઈ આવી સુમનભાઈનાં માથાના ભાગે મારી દેતા લોહી લુહાણ થઇ ગયા હતા. જ્યારે ભાણાભાઈ નજીકમાંથી લાકડી લઇ આવી સુમનભાઈની પીઠના ભાગે સપાટા મારવા લાગેલ અને મુકેશભાઈએ ઢીકા પાટુનો માર મારવા લાગેલા અને સુમનભાઈને નીચે પાડી દીધો હતો. આ ઘટના બાબતે બનેવી સુમનભાઈ ગોપાલભાઈ વસાવાએ તેમના સાળા (૧) બળવંત ચંદુભાઈ વસાવા, (૨) ભાણા કરસનભાઈ વસાવા, (૩) મુકેશ કરસનભાઈ વસાવા ત્રણે રહેવાસી લિંભેટ તાલુકો ઝઘડિયા વિરુદ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : તિલકવાડા ખાતે ભાજપ સંમેલનમા 400 થી વધુ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપામાં જોડાયા

ProudOfGujarat

रेस 3 के साथ इस साल की ईद होगी एक्शन से भरपूर!

ProudOfGujarat

માંગરોળ : નાની નારોલી જી.આઈ.પી.સી.એલ રચિત દીપ ટ્રસ્ટ દ્વારા સન્માન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!