Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝંખવાવમાં સ્પર્ધાત્મક પરીક્ષાર્થીઓને પુસ્તકોનું વિતરણ, પોલીસ ભરતી માટે પ્રોત્સાહન

Share


એએસપી યજ્ઞેશ ઈજનેરના માર્ગદર્શન હેઠળ 132 પુસ્તકોના સેટ વિતરણ, ગ્રાઉન્ડ પાસ ઉમેદવારોને સહાય


વાંકલ :

Advertisement

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે આવેલી શાંતિ નિકેતન સ્કૂલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા પુસ્તકોનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. સુરત ગ્રામ્યના મદદનીશ પોલીસ અધિક્ષક યજ્ઞેશ ઈજનેરના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન ઝંખવાવ પોલીસ સ્ટેશન વિસ્તારના એવા ઉમેદવારોને 132 પુસ્તકોના સેટ વિતરણ કરવામાં આવ્યા હતા, જેઓ પોલીસ ભરતીમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષામાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કરી આગળની લેખિત પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા છે.

ડી.વાય.એસ.પી. બી.કે. વનારના સૂચન મુજબ યોજાયેલા આ કાર્યક્રમમાં ઝંખવાવ પોલીસ ઈન્સ્પેક્ટર જાડેજા, ઝંખવાવના સરપંચ ઉમેદભાઈ ચૌધરી, પંકજભાઈ તેમજ શાળાના આચાર્યના હસ્તે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અધિકારીઓએ વિદ્યાર્થીઓને મહેનતપૂર્વક અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મેળવવા પ્રેરણા આપી હતી. આ પહેલથી ગ્રામ્ય વિસ્તારોના યુવાઓને પોલીસ ભરતીમાં આગળ વધવા માટે મહત્વપૂર્ણ સહાય મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.


Share

Related posts

નરેન્દ્ર મોદીના હસ્તે નડિયાદ પેટલાદ રેલવે બ્રોડગેજ લાઇન ઇ શિલાન્યાસ કરાયો.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળનાં મુખ્ય કારોબારી અધિકારી તરીકે રવિ શંકરે સંભાળ્યો પદભાર.

ProudOfGujarat

ભારતીય કંપનીઓ વધુ સારા રિસ્ક હેન્ડલિંગ સાથે વૈશ્વિક પડકારોનો સામનો કરી આગળ વધે છે: આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2023

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!