Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં BSNL TIP મિત્રોની બેઠક યોજાઈ, શ્રેષ્ઠ કામગીરી બદલ ચિંતન પટેલ સન્માનિત

Share

 

ભારત ફાયબર કનેક્શન વધારવામાં શ્રેષ્ઠ સિદ્ધિ બદલ એવોર્ડ એનાયત

Advertisement

ભરૂચ.

ભરૂચના પાંચબત્તી વિસ્તારમાં આવેલી BSNL કંપની ખાતે જિલ્લાના TIP મિત્રોની એક વિશેષ બેઠક યોજાઈ હતી. જેમાં જિલ્લાભરના TIP મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ભરૂચ યુનિટમાં ફેબ્રુઆરી મહિનામાં ભારત ફાયબર કનેક્શન વધારવામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચના શુક્લતીર્થ ખાતે રહેતા તથા શ્રીજી ચેનલના માલિક ચિંતન ઠાકોરભાઇ પટેલએ સૌથી વધુ BSNL ભારત ફાયબર કનેક્શન લગાવી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી હતી.

તેમની આ ઉત્તમ કામગીરી બદલ કાર્યક્રમ દરમિયાન BSNLના ભરૂચ યુનિટના એજીએમ ધીરજ અગ્રવાલ તેમજ ડીજીએમ તરૂણ તોમરના હસ્તે સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન TIP મિત્રો દ્વારા BSNL સેવાઓના વિસ્તરણ અને ગ્રાહકોને વધુ સારી સુવિધા આપવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ કાર્યક્રમથી TIP મિત્રોનું મનોબળ વધ્યું છે અને ભવિષ્યમાં વધુ સારી કામગીરી માટે પ્રેરણા મળી હોવાનું જણાવાયું હતું.


Share

Related posts

વિરમગામના ભોજવા ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી અંતર્ગત રેલી કાઢવામાં આવી.

ProudOfGujarat

પોંક ખરીદીમાં ભારે તેજી : ભરૂચ નજીક નેશનલ હાઇવે ૪૮ પર પોંકની હાટડીઓ ઉભી કરાઈ.

ProudOfGujarat

ચિત્રકારત્વ ક્ષેત્રે GAWA ઈન્ટરનેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી દેશનું ગૌરવ વધારતાં પંકજ ચાવડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!