Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપારડી પંથકમાં ગાંધી જયંતિ ની ઉજવણી કરવામાં આવી શાળાઓ ના બાળકો દ્વારા લોક જાગૃતિ માટે રેલી ના આયોજન થયા.

Share

ગુલામહુશેન ખત્રી
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ત‍ાલુકાના રાજપારડી નગરમાં ગાંધી બાપુની ૧૫૦ મી જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે અત્રે ડી.પી.શાહ વિદ્યામંદિર શાળા અને પાણિની પ્રજ્ઞા પરબ શાળાના બાળકો દ્વારા ગાંધી બાપુનો જીવન સંદેશ લોકો સુધી પહોંચાડવાના ઉદ્દેશ થી લોક જાગૃતિ લાવવા રેલીઓ યોજવામાં આવી હતી.ગાંધી જયંતિ ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમ માં ડી.પી.શાહ વિદ્યામંદિર શાળામાં ગાંધીજી ના પ્રિય ભજન “વૈષ્ણવ જન તો તેને રે કહિયે…”થી કાર્યક્રમ ની શરુઆત કરવામાં આવી.ઉપરાંત પંથકના સારસા સહિત અન્ય ગામોએ પણ ગાંધીજયંતિ ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે શિક્ષકો એ બાળકોને ગાંધી બાપુ ના જીવનના પ્રેરક પ્રસંગો ની જાણકારી આપી હતી.અને દેસને આઝાદી અપાવવા બાપુએ આપેલા યોગદાન ને યાદ કર્યુ હતું.ગાંધી બાપુના સત્ય ના આગ્રહ ના સિદ્ધાંત ને જીવનમાં અપનાવવા અનુરોધ કર્યો હતો.ઉપરાંત ગાંધીજયંતિના આ અવસરે પ્રધાનમંત્રી ના સ્વચ્છ ભારત ના સંદેશ ને સાર્થક કરવા સહુએ કટિબદ્ધ બનવું પડશે,એવી લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદ, જાણો ક્યાં કેટલો વરસાદ વરસ્યો…

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં મેઘરાજા ની એન્ટ્રી

ProudOfGujarat

એમ.પી.શાહ મેડીકલ કોલેજની ખુશી દેસાઈએ પદવીદાન સમારોહમાં 8 ગોલ્ડ મેડલ મેળવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!