Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં એક શખ્સ પર બે જણાએ હુમલો કરતાં ગંભીર ઈજા

Share

ભોલાવ વૈકુંઠ એપાર્ટમેન્ટ રોડ પર બનેલી ઘટના

। ભરૂચ ।

Advertisement

ભરૂચના ભોલાવ ગામે નિશાળ પાસે રહેતાં નસીરુદ્દીન શેખ સફાઈ સુપરવાઈઝરનું કામ કરે છે. ગત ૨૨મી માર્ચે સાંજના સમયે તેઓ ભોલાવ બ્રિજ પાસેથી રોડ તેમજ રોડની આજુબાજુ પડેલાં કચરાની સાફસફાઈ કરાવતાં કરાવતાં તેઓ વૈકુંઠ બંગ્લોઝ પાસે પહોંચ્યાં હતાં. જ્યાં તેઓ અને અન્ય સુપરવાઈઝર સુનિલ તિવારી વાતચિત કરી રહ્યાં હતાં. તે વેળાં ભોલાવ વિસ્તારમાં જ રહેતાં મહેન્દ્ર સોમા વસાવા તેમજ રાહુલ રાજુ પટેલ મોપેડ પર તેમની પાસે આવ્યાં હતાં. તેમણે તેમને અપશબ્દો ઉચ્ચારી ઝઘડો કરી ભોલાવ ગામ પંચાયતના ટ્રેક્ટરમાંથી પાવડો લઈ આવી તેમના પર હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાસ્તને તાત્કાલિક સારવાર ભરૂચની સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. ઘટનાને લઈને તેમણે જણાવ્યું હતું કે, જતીન પટેલની પત્ની સાથે તેમનો પુત્ર ક્યાંક ભાગી ગયો હતો. જેની રીસ રાખી તેમણે તેમના પર હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મોરવા હડફના ધારાસભ્ય નિમીષાબેન સૂથારને રાજ્યકક્ષાના પ્રધાન બનાવતા સમર્થકોમાં ખુશી.

ProudOfGujarat

જન શિક્ષણ સંસ્થાન ભરૂચ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનનો રાઉન્ડ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે એક વ્યાજખોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી …

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!