Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સપ્તાહ પહેલાં થયેલાં ઝઘડાની રીસ રાખી યુવાન પર હુમલો

Share

ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં પાનના ગલ્લે ઘટના બની

ભરૂચ.

Advertisement

ભરૂચ તાલુકાના ચાવજ ગામે રંગસિટી સોસાયટીમાં રહેતો અને મુળ યુપીનો મન્નુ કેશવર યાદવ રાત્રીના સમયે શક્તિનાથ વિસ્તારમાં આવેલાં મુરલીધર પાન હાઉસ પર તેના મિત્ર વિશાલ રાય સાથે સિગરેટ પિવા માટે ગયો હતો. અરસામાં અનિશ રાણા, વિરલ ઉર્ફે ગુલ્લુ ગડરિયા, તરુણ ગોહિલ તેમજ રાધે પટેલ તેમની પાસે આવ્યાં હતાં. તેઓ પૈકી વિરલ ગડરિયાના હાથમાં બેટ હતું. તેઓએ આવી તેમની સાથે અપશબ્દો બોલી ઝઘડો કર્યો હતો.

મામલો ગરમાતાં તેમણે તેમના પર બેટના કટકા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.અરસામાં આસપાસના લોકોએ દોડી આવી તેમને વધુ મારથી બચાવ્યાં હતાં. જોકે, તેઓએ ત્યાંથી જતાં જતાં હવે મળશે તો જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી ત્યાંથી જતાં રહ્યાં હતાં. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. બનાવને પગલે મન્નુ કેશવર યાદવે ભરૂચ એ ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં તેતેમજ તેના મિત્ર વિશાલ રાયને તરૂણ ગોહિલ સાથે મારામારી થઈ હતી જેની રીશ રાખી તેમણે હુમલો કર્યો હતો. બનાવને પગલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

મહુધા ખાતે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયપત્રોનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

રાજપીપળા શહેરમાં પાંચ મહિનાથી રીક્ષા ચાલકોની આર્થિક હાલત ખરાબ : સરકાર સહાય કરે તેવી માંગ.

ProudOfGujarat

અંકલેશ્વરમાં મોંઘવારીને લઇ યુવા કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન,પોલીસે કાર્યકરોની કરી અટકાયત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!