Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લામાં કોવિડનાં દર્દીની સારવાર અંગે તજજ્ઞ તબીબી સમિતીની રચના લક્ષણોની તીવ્રતાનાં આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ અને કોવિડ હોસ્પિટલમાં સારવાર અપાશે.

Share

કોવિડ-19 સંક્રમણ ધરાવતા અથવા શંકાસ્પદ દર્દીઓની સારવાર માટે તેમના માઈલ્ડ, મોડરેટ અથવા સિવીયર લક્ષણોના આધારે કોવિડ કેર, કોવિડ હેલ્થ, કોવિડ હોસ્પિટલ પ્રકારની ફેસિલીટીમાં સારવાર આપવાની રહે છે. પંચમહાલ જિલ્લામાં કોવિડની સારવાર માટે કોઈ નવા દર્દી આવે ત્યારે તેમના લક્ષણોની તીવ્રતાના આધારે ઉપરોક્ત ત્રણ ફેસિલીટી પૈકી કઈ ફેસિલીટીમાં દાખલ કરવા અને જેમ-જેમ દર્દીના લક્ષણો બદલાય તેમ-તેમ ઈન્ટર ફેસિલીટી શિફ્ટીંગ અંગેનો નિર્ણય લેવા માટે જિલ્લા કલેક્ટરશ્રીએ તજજ્ઞ તબીબી સમિતીની રચના કરવા માટે હુકમ કર્યો છે. ગોધરા તાલુકા તથા જિલ્લા કક્ષાની ટીમમાં ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી ગોધરા, સિવિલ ઓન ડ્યુટી મેડિકલ ઓફિસરશ્રીનો જ્યારે અન્ય તાલુકાઓ માટે સંબંધિત તાલુકા હેલ્થ ઓફિસર અને સીએચસી અધિક્ષકનો સમાવેશ થાય છે. જિલ્લાની તમામ તાલુકા ટીમોએ જરૂર જણાય મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને સિવિલ સર્જનશ્રીનો સંપર્ક કરી તેમને માર્ગદર્શન હેઠળ કામગીરી કરવાની રહેશે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરમાં પેસેન્જરોને રિક્ષામાં બેસાડી રોકડ રકમ તથા મોબાઈલ ફોન ચોરી કરતી ટોળકીને ઝડપી પાડતી એ ડિવિઝન પોલીસ.

ProudOfGujarat

ભરૂચ ઇનર વ્હિલ ક્લબ દ્વારા વિવિધ સામાજિક કાર્યોનું લોકાર્પણ કરાયું

ProudOfGujarat

સ્વચ્છતા હી સેવા – ફ્રી ઇન્ડિયાની થીમ સાથે વાલિયાની જામણીયા શાળામાં નિબંધ, સફાઈ ચિત્ર સ્પર્ધા યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!