Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જોગેશ્વર–જોલવા માર્ગ પર અકસ્માત: ટેમ્પાની ટક્કરે યુવાન બાઇકચાલકનું મોત, ચાલક ફરાર

Share

વાગરા તાલુકાના જોલવા ગામ નજીક દુઃખદ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, જોલવા ગામે રહેતો અને મૂળ ઉત્તર પ્રદેશનો 22 વર્ષીય રાહુલ મોહંમદ ઇસ્લામ ગત રાત્રે જોગેશ્વર સ્થિત હાકોર્સ કંપનીમાં ફરજ બજાવી પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો.

આ દરમિયાન જોલવા જીઓ પેટ્રોલ પંપ પાસે તેની બાઇકને એક અજાણ્યા ટેમ્પા ચાલકે જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાન રસ્તા પર ફંગોળાઈ ગયો હતો. ઘટના બાદ ટેમ્પા ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Advertisement

અકસ્માતની જાણ થતાં જ કોન્ટ્રાકટર અને નજીકના લોકો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

આ બનાવ અંગે દહેજ પોલીસ મથકે અકસ્માત મોતનો ગુનો નોંધી ફરાર ટેમ્પા ચાલકની શોધખોળ હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ તેજ કરી છે.


Share

Related posts

સુરતના પૂણા વિસ્તારમાંથી ગુમ થનાર બાળકને શોધી કાઢતી પૂણા પોલીસ.

ProudOfGujarat

એડવોકેટ મેહુલ બોધરા પર થયેલા હુમલા અંગે વડોદરા વકીલ મંડળે વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

આમોદ કોંગ્રેસ પક્ષના પ્રમુખ ભાજપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!