Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયામાં યુનિવર્સિટીમાં ગેરવહીવટ: એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરે વિદ્યાર્થીઓની ફીમાંથી ₹1.64 લાખ ચાઉ કર્યા

Share

વાલિયા તાલુકાના વટારીયા સ્થિત UPL યુનિવર્સિટીના શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાં ગેરવહીવટનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા રીતેશ ઠક્કરને ફેબ્રુઆરી 2024થી એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવી હતી.

આરોપ છે કે, રીતેશ ઠક્કરે ગત 25 સપ્ટેમ્બર 2025થી યુનિવર્સિટીમાં ફરજ પર આવવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ રજિસ્ટ્રારે ફી બાકી ધરાવતા વિદ્યાર્થીઓને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

Advertisement

તપાસમાં સામે આવ્યું કે, આરોપીએ 7 વિદ્યાર્થીઓ પાસેથી કોલેજ અને હોસ્ટેલની ફી તરીકે કુલ ₹1.96 લાખ રોકડ તેમજ UPI મારફતે વસૂલ્યા હતા. પરંતુ તેમાંમાંથી માત્ર ₹32 હજાર જ યુનિવર્સિટીના સ્ટુડન્ટ પોર્ટલ પર જમા કરાવ્યા હતા, જ્યારે બાકી રહેલાં ₹1.64 લાખ પોતાની પાસે જ રાખી ચાઉ કરી લીધા હતા.

આ મામલે વાલિયા પોલીસ મથકે સિનિયર એડમિનિસ્ટ્રેટિવ અધિકારીએ રીતેશ ઠક્કર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીની શોધખોળ શરૂ કરી છે.


Share

Related posts

ખેડા જિલ્લા નડિયાદ ખાતે રાજ્યકક્ષાની જુડો સ્પર્ધા – ૨૦૨૩ યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ના જંબુસર ખાતે ના પીલુદ્રા ગામે ચાર વર્ષ ના બાળક સાથે સૃસ્ટી વિરુધ્ધ દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનારને દેહાત દંડ (ફાંસી)ની સજાનો હુકમ ભરૂચ પોકસો કોર્ટે કરતા સનસનાટી વ્યાપી જવા પામી હતી….

ProudOfGujarat

રાજપીપળા : જીતનગર ખાતે નર્મદાના 222 જેટલાં હથિયારી અને બિન હથિયારી તાલીમાર્થીઓનો દિક્ષાંત પરેડ સમારોહ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!