Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

નર્મદા જિલ્લામાં ઐતિહાસિક વિજયની ઉજવણી: વંદના ભટ્ટના વિજય નિમિત્તે ભવ્ય સરઘસ યોજાયો

Share


નર્મદા જિલ્લાના વકીલ સમાજ માટે ગૌરવની ક્ષણરૂપ બનેલા ઐતિહાસિક વિજયની ઉજવણી અંતર્ગત ભવ્ય વિજય સરઘસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની પ્રતિષ્ઠિત ચૂંટણીમાં વંદના આઈ. ભટ્ટ એ ભવ્ય જીત મેળવી જિલ્લામાં પ્રથમ વખત આ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે.

તા. ૨૪ માર્ચ, ૨૦૨૬ના રોજ સાંજે ૫:૦૦ થી ૭:૦૦ દરમિયાન હરસિદ્ધિ માતા મંદિર થી નવી કોર્ટ સુધી ભવ્ય વિજય સરઘસ યોજાયો હતો. આ સરઘસમાં નર્મદા જિલ્લાના વકીલ મિત્રો અને શુભેચ્છકો મોટી સંખ્યામાં જોડાઈ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો.

Advertisement

સરઘસની શરૂઆત DJ સાથે કરવામાં આવી હતી, ત્યારબાદ ખુલ્લી જીપમાં વિજયી વંદના ભટ્ટ, પછી બુલેટ સવાર, એક્ટિવા અને બાઈક સવાર તેમજ અંતે કાર સવારોએ ઉમંગભેર ભાગ લીધો હતો. સમગ્ર માર્ગ દરમિયાન આનંદમય અને ઉત્સાહજનક વાતાવરણ જોવા મળ્યું હતું.

વિજય સરઘસ પૂર્ણ થયા બાદ નવી કોર્ટ કંપાઉન્ડ ખાતે ઉપસ્થિત વકીલ મિત્રો અને મહેમાનો માટે ભોજનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જ્યાં સૌએ સાથે મળી આ ઐતિહાસિક જીતની ખુશી વહેંચી હતી.

નાના જિલ્લામાંથી પ્રાપ્ત થયેલ આ ગૌરવપૂર્ણ વિજય સમગ્ર નર્મદા જિલ્લાના વકીલ સમાજ માટે પ્રેરણારૂપ બન્યો છે અને આવનારા સમયમાં વધુ મજબૂત પ્રતિનિધિત્વ માટે નવી દિશા દર્શાવશે.


Share

Related posts

ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત કંટવાવ ગામે નિઃશુલ્ક આરોગ્ય તપાસ કેમ્પ યોજાયો

ProudOfGujarat

અમદાવાદમાં ચકચારી ઘટના : અડાલજમાં મળવા બોલાવેલી સગીરાને મિત્રોએ હોટલમાં પીંખી નાંખી.

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં ચાદણીયા ગામે હાઇવા ટ્રકની પાછળનાં ભાગે પલ્સર ઘુસી જતા યુવાનનું ઘટના સથળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!