Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ‘વંદે માતરમ @150 વર્ષ’ નિમિત્તે રાષ્ટ્રભક્તિના કાર્યક્રમો શરૂ

Share

ભરૂચ:
રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ના 150 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભરૂચ જિલ્લામાં રાષ્ટ્રભક્તિ અને એકતાની ભાવનાને પ્રોત્સાહન આપવા માટે ‘વંદે માતરમ @150 વર્ષ’ અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા યુવા તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા આયોજિત આ અભિયાન ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. આ ઉજવણીનો બીજો તબક્કો તા. 23 માર્ચથી 31 માર્ચ દરમિયાન યોજાઈ રહ્યો છે.

Advertisement

આ અભિયાન અંતર્ગત જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તરે શાળાઓ, કોલેજો તેમજ વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ (NGO) માં સામૂહિક ગાયન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમોનો મુખ્ય હેતુ નવી પેઢીને રાષ્ટ્રીય ગીતના ગૌરવશાળી ઇતિહાસથી માહિતગાર કરવો અને રાષ્ટ્રપ્રેમની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.

જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઉજવણી દ્વારા સમાજના દરેક વર્ગને જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં બહોળી સંખ્યામાં જોડાઈ રાષ્ટ્રપ્રેમ અને એકતાનો સંદેશ પ્રસરાવવા અપીલ કરવામાં આવી છે.


Share

Related posts

અમદાવાદમાં મહિલા પોલીસે ટ્રેડિશનલ ડ્રેસમાં ઝડપ્યાં 10 રોમિયો, 17 ટીમ ખડેપગે

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં આજરોજ 20 કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2371 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!