Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચના નબીપુર ગામેથી સગીર યુવતી ગુમ: અપહરણની આશંકા, પોલીસમાં ફરિયાદ નોંધાઈ

Share

ભરૂચ : જિલ્લાના નબીપુર ગામેથી 17 વર્ષીય સગીર યુવતી અચાનક ગુમ થવાની ઘટના સામે આવતા વિસ્તારમાં ચિંતા અને ચકચાર મચી જવા પામી છે. યુવતીના પરિવારજનોએ અપહરણની આશંકા વ્યક્ત કરી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ, નબીપુર ગામે રહેતી ઉષાબેન રમેશભાઈ વસાવાની મોટી પુત્રી ભૂમિકા (ઉ.વ. 17 વર્ષ 2 માસ) ગત તા. 24 માર્ચ, 2026ના રોજ ઘરમાંથી અચાનક ગુમ થઈ ગઈ હતી. સવારે પરિવારના સભ્યો મજૂરી કામે ગયા બાદ ભૂમિકા ઘરે એકલી હતી. બપોરના સમયે નાની બહેન કોમલ ઘરે પહોંચતા ભૂમિકા ઘરમાં હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું.

Advertisement

આ અંગે પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક ઘરે પરત ફરી આવ્યા હતા અને યુવતીની ગામ તેમજ આજુબાજુના વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી હતી. સગા-સંબંધીઓના ઘરે પણ તપાસ કરવા છતાં યુવતીનો કોઇ પત્તો મળ્યો ન હતો.

પરિવારજનોને શંકા છે કે ગામમાં રહેતા અજયભાઈ અશોકભાઈ વસાવા યુવતીને લઈ ગયા હોઈ શકે છે, કારણ કે તે પણ પોતાના ઘરે હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું. ગુમ થયેલી યુવતી ભૂમિકાએ પીળા રંગનો ડ્રેસ અને કાળા રંગની લેગીન્સ પહેરેલી હોવાનું જણાવાયું છે. તેનું વર્ણ ઘઉંવર્ણ અને ઉંચાઈ અંદાજે સાડા ચાર ફૂટ હોવાનું કહેવાય છે.

પરિવારે આ મામલે પોલીસમાં લેખિત ફરિયાદ નોંધાવી છે અને યુવતીને શોધી કાઢવા તેમજ સંડોવાયેલા વ્યક્તિ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને યુવતીની શોધખોળ માટે કાર્યવાહી શરૂ કરી છે.


Share

Related posts

ભરૂચ : નર્મદા ચોકડી પાસે ઇકો ચાલક અને રિક્ષાચાલક વચ્ચે મારામારી : એકને ઇજા.

ProudOfGujarat

સુરત : ‘આપ’ ના નગરસેવક સાથે વરાછા ઝોનના કાર્યપાલક એન્જિનિયરની દાદાગીરીથી કોર્પોરેશનના અધિકારીઓની મનમાની ખુલ્લી પડી.

ProudOfGujarat

ટેકાના ભાવે અનાજ ખરીદી માટે ભરૂચ જિલ્લામાં ઓનલાઈન નોંધણી શરૂ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!