Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં 20 બિલ્ડીંગમાં 3775 વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા શાંતીમય માહોલમાં સંપન્ન

Share

રસાયણ વિજ્ઞાનમાં 3681, ગણિતમાં 1757 અને જીવવિજ્ઞાનમાં 1933 છાત્રોએ પરીક્ષા આપી
। ભરૂચ ।
ગુજરાતના ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓ માટે ડીગ્રી એન્જિનિયરીંગ, ડિપ્લોમા/ડીગ્રી ફાર્મસીમાં પ્રવેશ મેળવવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કોમન એન્ટરન્સ ટેસ્ટ (ગુજકેટ)ની પરીક્ષાનું રવિવારે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લામાં કુલ 3767 વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી. જિલ્લામાં શાંતીપુર્ણ માહોલમાં વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
રવિવારે યોજાયેલી ગુજકેટની પરીક્ષામાં 3767 વિદ્યાર્થીઓએ જિલ્લામાં 20 બિલ્ડીંગના 190 બ્લોકમાં પરીક્ષા આપી હતી. જેમાં ગુજરાતી માધ્યમના 1786, અંગ્રેજી માધ્યમના 1958 તેમજ હિન્દી માધ્યમના 31 છાત્રોની નોંધણી થઈ હતી. જેમાં રસાયણ વિજ્ઞાન-ભૌતિકવિજ્ઞાનની પરીક્ષા માટે ગુજરાતી માધ્યમના 1786 છાત્રો પૈકી 33 ગેરહાજર રહેતાં 1753 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તે જ રીતે અંગ્રેજી માધ્યમના કુલ 1958 વિદ્યાર્થીઓ પૈકી 60 ગેરહાજર રહ્યાં હતાં અને 1898 છાત્રોએ પરીક્ષામાં હાજરી આપી હતી. હિન્દી માધ્યમમાં 31 છાત્રો પૈકી માત્ર એક જ ગેરહાજર રહ્યો હતો. એમ કુલ  3776 છાત્રો પૈકી 94 છાત્ર ગેરહાજર રહેતાં 3681 છાત્રએ પરીક્ષા આપી હતી.
ગણીત વિષયમાં ગુજરાતી માધ્યમમાં નોંધાયેલાં કુલ 704 છાત્ર પૈકી 693 છાત્રએ પરીક્ષા આપી હતી જ્યારે 11 ગેરહાજર રહ્યાં હતાં. અંગ્રેેજી માધ્યમના 1091 છાત્ર પૈકી 35 ગેર હાજર રહેતાં 1056 છાત્રોએ હાજરી પુરાવી હતી. જ્યારો હિન્દી માધ્યમમાં 9માંથી માત્ર એક છાત્ર ગેરહાજર રહ્યો હતો. એજ પ્રમાણે જીવ વિજ્ઞાન વિષયની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના 1084 છાત્ર પૈકી 23 ગેર હાજર રહ્યાં હતાં અને  1061 હાજર રહ્યાં હતાં. અંગ્રેજી માધ્યમના 882 છાત્ર પૈકી 850 છાત્રોએ પરીક્ષા આપી હતી 32 હાજર રહી શક્યાન હતાં. જ્યારે હિન્દી માધ્યમના તમામ 22 છાત્રોએ પરીક્ષા આપી હતી.

Share

Related posts

વેંગણી ગામે પીવાના પાણી માટે લોકોના વલખાં : કલેક્ટરને આવેદન આપ્યું

ProudOfGujarat

સેનાના અધિકારીઓ જવાનોની ઉપસ્થિતિમાં ફરજ દરમ્યાન હાર્ટએટેક ના હુમલાથી નિધન પામેલ જવાન રાજેશભોઈ ના નશ્વર દેહને વતનમાં અત્યેષ્ટી

ProudOfGujarat

ભરૂચ : કોરોનાકાળમાં રિક્ષાચાલકો દ્વારા નિઃશુલ્ક સેવાના પ્રારંભને 1 મહીનો પૂર્ણ : 10 રિક્ષા ચાલકોનું જય ભારત ઓટોરિક્ષા એસોસિએશન દ્વારા સન્માન કરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!