Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

શેરમાર્કેટમાં થયેલી ખોટની ભરપાઈ માટે મિત્રોના જ મોબાઈલ ચોરનાર મોરબીથી ઝડપાયો

Share

મોબાઈલ ચોરી તેમાના ફોન-પે એપથી ચાર લાખની લોન લઈ રકમ પોતાના ખાતામાં નાંખી
ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસેના વિનાયક કોમ્પ્લેક્ષ ખાતેની ઘટના
।ભરૂચ।
ભરૂચના ઝાડેશ્વર ચોકડી પાસે આવેલાં ડિલક્ષ પાનના ગલ્લામાં કામ કરતો પિયુષ ભીખા ઘોશીયા ગત ૧૧મી ફબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યે નોકરી પૂર્ણ કરી ત્યાં ઉપર જ આવેલાં તેમના રૂમ પર જઈને સુઈ ગયો હતો. ૩:૫૫ વાગ્યે અચાનક આંખ ખુલતાં મોબાઈલમાં ટાઈમ જોઈને તેઓ પરત સુઈ ગયાં હતાં. જે બાદ સાડા ચાર વાગ્યે ઉઠતાં તેમનો મોબાઈલ ત્યાં દેખાયો ન હતો. જેના પગલે તેમણે આખરે ભરૂચ સી ડિવિજન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાનમાં તેમના મોબાઈલમાં આવેલી ફોન પે એપ્લિકેશન થકી કુલ ૪ લાખ જેટલાં રૂપિયાની લોન લેવાઈ હોવાનું માલુમ પડ્યું હતુ.

એલસીબીના પીઆઈ મનિષ વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી. પી. મલ્હોત્રા તેમજ તેમની ટીમે મામલામાં તપાસ હાથ ધરી હતી. અરસામાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ઓનલાઈન લોન લેવાના કારસામાં મોરબીના ટંકારા તાલુકામાં આવેલાં સજ્જનપર ગામના બિપીન પ્રાગજી ભીમાણીની સંડોવણી છે. જેથી એલસીબીની ટીમે મોરબી પહોંચી તેને ઝડપી પાડ્યો હતો.પોલીસની પ્રાથમિક પુછપરછમાં તે પડી ભાંગ્યો હતો. તેણે કબુલાત કરી હતી કે, તે દહેજની એક ખાનગી કંપનીમાં સિફ્ટ ઈન્ચાર્જ તરીકે નોકરી કરતો હતો. જેથી તે ઝાડેશ્વર વિસ્તારમાં અલગ અલગ ઘરોમાં પીજી તરીકે રહી ચુક્યો છે.દરમિયાનમાં તેને શેરમાર્કેટમાં ભારે ખોટ જતી હોવાને કારણે તે તેની સાથેના અને અન્ય પીજીમાં રહેતાં લોકોના મોબાઈલ ચોરી કરતો હતો.
તેની સાથે રહેતાં યુવાનો સાથે મૈત્રી કેળવી તેમના મોબાઈલના પાસવર્ડ પર લઈ લેતો હતો. દરમિયાનમાં તેણે ચોરી કરેલાં મોબાઈલમાં આવતાં ફોન-પેની અપ્લીકેશન થકી ૪ લાખની લોન લીધી હતી. જે બાદમા તેણે પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યાં હતાં. જે બાદ તે જ રૂપિયા પોતાના શેર માર્કેટ ટ્રેડિંગ વોલેટમાં જમા કર્યાં હતાં. પોલીસની પુછપરછમાં તેની પાસેથી ચોરીના ૩ મોબાઈલ મળી આવતાં કુલ ૩૫ હજા૨ની મત્તાના ૪ મોબાઈલ મળી કુલ ૩૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

હલ્લાબોલ – 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા એલાન : મોંઘવારી-બેરોજગારી મુદ્દે લોકોને સ્વેચ્છાએ જોડાવવા અપીલ.

ProudOfGujarat

ભરૂચની નરનારાયણની ખડકીમાં તંત્રની બેદરકારીને કારણે વીજ વાયર જીવલેણ સમાન !

ProudOfGujarat

કાશ્મીરમાં 32 વર્ષ બાદ ખોલવામાં આવ્યા સિનેમા હોલ, આતંકીઓએ 1990 માં કરાવી દીધા હતા બંધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!