Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ દ્વારા કિશોરી મેળાનું આયોજન, આરોગ્ય-પોષણ અંગે જાગૃતિ

Share

 

ભરૂચ જિલ્લામાં આઇસીડીએસ વિભાગ દ્વારા બુધવારે જિલ્લાની વિવિધ આંગણવાડી કેન્દ્રોમાં કિશોરી મેળાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કિશોરીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisement

મેળા દરમિયાન કિશોરીઓને આરોગ્ય અને પોષણ અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમાં ખાસ કરીને વજન, ઊંચાઈ, BMI તેમજ હિમોગ્લોબીનની તપાસ કરી તેમની આરોગ્ય સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સાથે સાથે પોષણયુક્ત આહારના મહત્વ અંગે સમજ આપીને યોગ્ય ખોરાક અપનાવવા પ્રેરણા આપવામાં આવી હતી.

કાર્યક્રમમાં કિશોરીઓ દ્વારા ‘પૂર્ણા શક્તિ’ના ઉપયોગથી વિવિધ વાનગીઓ તૈયાર કરવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરનાર કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી.

આ ઉપરાંત THR (Take Home Ration) નો યોગ્ય ઉપયોગ અને તેના આરોગ્યલક્ષી ફાયદાઓ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કિશોરીઓના આરોગ્ય અને સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ આયોજન દ્વારા કિશોરીઓમાં આરોગ્ય જાગૃતિ વધે અને તેઓ પોષણયુક્ત જીવનશૈલી અપનાવે તેવા પ્રયત્નો હાથ ધરાયા છે.


Share

Related posts

“સેવા સહાય ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા પુર અસરગ્રસ્ત લોકોને રાહત સામગ્રીનું વિતરણ કરાયું

ProudOfGujarat

બી.આર.સી ભવન માંગરોલ ખાતે ધોરણ 3 અને 4 ના ગુજરાતી શિક્ષકોની બે દિવસ તાલીમનું આયોજન.

ProudOfGujarat

માંગરોળના જલેબી હનુમાન મંદિરે સમૂહ હનુમાન ચાલીસા પાઠ અને હવન યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!