Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

પાસપોર્ટ બનાવવા માટે જન્મનું બોગસ પ્રમાણપત્ર બનાવનાર મહિલા સામે કાર્યવાહી

Share

અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં દસ્તાવેજોનું ચેકિંગ કરતાં ભાંડો ફૂટ્યો

। ભરૂચ !

Advertisement

ભરૂચ શહેરના મનુબર રોડ પર આવેલાં અહમદનગર સોસાયટી ખાતે રહેતી ઉમ્મેસલમા મોહમદ સલીમ અન્સારીએ ગત ૨૩મી નવેમ્બર ૨૦૨૫ના રોજ શહેરના મહમદપુરા સર્કલ પાસે આવેલા એક પાસપોર્ટ એજન્ટ પાસે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું હતુ. તેમણે રજીસ્ટ્રેશન માટે જન્મનો દાખલો રજૂ કરવાનો હોઈ તેમણે યુપીના મઉં ખાતે આવેલા જીલ્લા મહિલા અસ્પતાલનો ૧/૦૩/૨૦૨૪ના રોજ ઈસ્યુ કરેલું રજીસ્ટ્રેશન નંબર વાળું પ્રમાણ પત્ર, આધારકાર્ડ તેમજ પાનકાર્ડ, મેરેજ સર્ટી ફિકેટની નકલો જમા કરાવી હતી.જેના પગલે તેમણે ૨૬મી નવેમ્બરના રોજ ભરૂચ લાલ બજાર ખાતેન પાસપોર્ટ સેવા કેન્દ્રની એપોઈમેન્ટ મળી હતી.જયાં તેમણે તેમના દ્વારા જમા કરાવેલી નકલોની ઓરિજનલ દસ્તાવેજો સાથે ખરાઈ કરી હતી.

અરસામાં તેમનુ જન્મનું પ્રમાણ પત્ર શંકાસ્પદ લાગતાં તેમણે તેની ખરાઈ કરાવતાં ચોકાવનારી વિગતો મળી હતી તેમણે જન્મનું જે પ્રમાણપત્ર રજૂ કર્યું હતુ તે બોગસ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે ઉમ્મે સલમાને કોઈ રીતે જાણ થઈ જતાં તેણે ગત ૧૧મી ફેબ્રુઆરીએ લેખીતમાં ભુલ સ્વિકારી પોતાનો જન્મ દાખલો મેળવવા માટે કરીથી યુપીના મુહમદાબાદ નગરપંચાયતમાંથી રજીસ્ટ્રેશન નંબર સાથેનો બીજો જન્મનો દાખલો રજૂ કર્યો હતો. પાસપોર્ટ વિભાગની ટીમના ધ્યાને સમગ્ર કૌભાંડ આવતાં ટીમે ઝીણવટભરી તપાસ કરી દસ્તાવેજી પુરાવા એક્વ કરી ઉમ્મે સલમા તે ઈનામુલહકકની દિકરી અને મોહમદ સલીમ જમાલુદ્દીન અંસારીની પત્ની સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદનોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

કૃષ્ણા શ્રોફની ‘છોરિયાં ચલી ગાંવ’ સુધીની સફર તેને લોકોની છોકરી કેમ બનાવે છે

ProudOfGujarat

સુરતમાં શાળા શરૂ થયા છતાં બજારમાં હજી પણ પાઠ્યપુસ્તકોની અછત.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકા કોંગ્રેસે પેટ્રોલ, ડીઝલ, ગેસ સહિતના ભાવ વધારાના વિરોધમાં આવેદનપત્ર પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!