Proud of Gujarat
FeaturedINDIASport

ટોક્યોથી પરત ફરેલી ઓલિમ્પિક ટીમનું ભવ્ય સ્વાગત : અશોકા હોટલ રવાના થયા ખેલાડી

Share

ભારતીય ખેલાડીઓ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને સ્વદેશ પાછા ફર્યા. ઢોલ નગારા સાથે ટોક્યોના હીરોઝનું શાનદાર સ્વાગત થયું. તેમના સ્વદેશ પાછા ફરતા પહેલા દિલ્હી પોલીસે ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી.

Advertisement

ટર્મિનલ 2 અને 3ની પાસે એરપોરટ્ પોલીસ સ્ટેશનના કેટલાક વરિષ્ઠ અધિકારીઓએ ઘેરા બંધી કરી. સાંજે 6.30 વાગે દિલ્હીની અશોકા હોટલમાં મેડલ વિજેતા ખેલાડીઓનું સન્માન કરવામાં આવશે. અત્રે જણાવવાનું કે ભારતના એથલીટ નીરજ ચોપડાએ ટોક્યો ઓલિમ્પિકમાં ઈતિહાસ રચીને ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો. નીરજે ભારતને 13 વર્ષ બાદ ઓલિમ્પિકમાં ગોલ્ડ અપાવ્યો.

જ્યારે મીરાબાઈ ચાનૂએ વેઇટલિફ્ટિંગમાં અને રવિ દહિયાએ 57 કિલો વેઇટમાં રેસલિંગની ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ જીત્યો છે. વળી ભારતીય પુરુષ હોકી ટીમ, રેસલિંગની ફ્રી સ્ટાઇલના 65 કિલો વેઇટમાં બજરંગ પૂનિયા, બેડમિન્ટનમાં પીવી સિંધુ અને બોક્સિંગમાં લવલિના બોરગોહેને બ્રોન્ઝ મેડલ જીત્યો છે.


Share

Related posts

ગોધરા શહેરમાં ગણેશ વિસર્જન માટે બનાવેલ તળાવમાં ન્હાવા પડેલા નાના બાળકોનો ભોગ લેવાય તેવી સ્થિતિ : આમઆદમી પાર્ટી દ્વારા પાલિકા તંત્રને રજુઆત.

ProudOfGujarat

બીનવારસી મોટરકાર માંથી જંગી વિદેશી દારૂ ઝડપાયો …

ProudOfGujarat

ભરૂચ : જંબુસરનાં નોંધણા ગામે મકાન ધરાશાયી થતાં બે બાળકીઓનું મોત નીપજયું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!