Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ-વેરાવી માર્ગ પર બે બાઈક વચ્ચે ગંભીર અકસ્માત, એક વ્યક્તિને માથામાં ઈજા

Share

 

વાંકલ :: વાંકલથી વેરાવી જતા માર્ગ પર બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, સ્પોર્ટ્સ બાઈક ડ્યુક અને સ્પ્લેન્ડર વચ્ચે ટક્કર થઈ હતી.

Advertisement

આ અકસ્માતમાં ગામીત ફળિયામાં રહેતા અને વ્યવસાયે રસોઈયા તરીકે કામ કરતા નરેશભાઈ ચૌધરી તેમજ મંદિર ફળિયાના રહીશ નીતિનભાઈ વસાવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે નરેશભાઈ ચૌધરીને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો તરત જ મદદ માટે સ્થળ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે સુરત ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવને પગલે વિસ્તારમાં થોડો સમય ગભરાટનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

ભરૂચ એલ. સી. બી.એ અંકલેશ્વરના સજોદ ગામથી એક જુગારીને ઝડપી પાડયો.

ProudOfGujarat

નળસરોવર,ઇંટોના ભઠ્ઠા,ખેતર,કન્સ્ટ્રક્શન સાઇટ જેવા દુર્ગમ વિસ્તારોમાં પોલીયો રસીકરણ કરાયુ…

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે વાદળછાયા વાતાવરણ બાદ આજરોજ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!