Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

લવેટ ગામે દીપડાનો આતંક: ગાય અને વાછરડીનું મારણ, ગ્રામજનોમાં ભયનો માહોલ

Share

 

વાંકલ :

Advertisement

માંગરોળ તાલુકાના લવેટ ગામે દીપડાએ રહેણાંક વિસ્તારમાં ઘુસી બે પશુઓનું મારણ કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ, લવેટ ગામે રહેતા મીનાબેન ચૌધરીના ઘરના પાછળના ભાગે આવેલા નાના કોઢારમાં બાંધેલ ગાય અને વાછરડી પર રાત્રિના સમયે દીપડાએ હુમલો કર્યો હતો. શિકારની શોધમાં આવેલ દીપડાએ બંને પશુઓને ફાડી નાંખ્યા હતા.

પશુપાલક સવારે ઊઠ્યા ત્યારે ગાય અને વાછરડીને મરણાવસ્થામાં જોઈ દ્રશ્યથી ચકિત થઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ તેમણે વાંકલ વન વિભાગના આર.એફ.ઓ. હિરેન પટેલને જાણ કરી હતી.

માહિતી મળતા જ વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તેમજ પશુપાલકને સરકાર તરફથી મળવાપાત્ર સહાય માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

લવેટ ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી આવતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.


Share

Related posts

માંગરોળ તાલુકાના વાંકલ ઉચ્ચતર પ્રાથમિક શાળામાં બારડોલી હોસ્પીટલ, બારડોલી દ્વારા સર્વ રોગનિદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત જીલ્લામાં મળી આવેલ માનવ કંકાલ….જાણો ક્યાં….કેવી રીતે……કયા ગામમાં રોષની લાગણીનો લાવા ભભુકિયાં….

ProudOfGujarat

ઉમરપાડાના ચિતલદા ગામની સીમમાં બાળકનું ભ્રુણ મળી આવતા ચકચાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!