Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વડોદરાના શખ્સ પાસેથી વેચાણના ઇરાદે લાવેલાં ડ્રગ્સ સાથે પરપ્રાંતિય શ્રવણ ચોકડીએથી ઝડપાયો

Share

 

ભરૂચ.

Advertisement

ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, દહેજ નજીકના જોલવા ખાતે રહેતો અને મુળ બિહારનો અભિનંદન નામનો શખ્સ નાર્કોટિક્સ સિન્થેટીક્સ ડ્રગ્સ સાથે શ્રવણ ચોકડી પાસેથી પસાર થવાનો હોવાની ચોક્કસ બાતમીના આધારે ટીમે તુરંત એક્શનમાં આવી શ્રવણ ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની તુટેલા નંબર પ્લેટ વાળી બાઇક પર આવેલાં શખ્સની ધરપકડ કરી પુછપરછ કરતાં તેણે તેનું નામ અભિનંદન વિજય રામદેવ ચૌબે (હાલ રહે. જોલવા, મુળ રહે. બિહાર) હોવાનું કબુલ્યું હતું. ટીમે તેની તલાશી લેતાં તેની પાસેથી એક પ્લાસ્ટિકની પારદર્શક પાઉચમાં આછા કોફી કલરનો દાણાદાર પાવડર સ્વરૂપનો પદાર્થ ભરેલો હતો. જેથી ટીમે તેની પાસેથી શંકાસ્પદ પાવડર, મોબાઇલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બાદમાં પાવડરનું એનડીપીએસ કીટ દ્વારા તેમજ જનરલ સ્ક્રિનીંગ ડ્રગ્સ કિટ દ્વારા પરિક્ષણ કરવામાં આવતાં પ્લાસ્ટિકના પાઉચમાં કુલ 24.95 ગ્રામ નાર્કોટિક્સ સિન્થેટીક્સ ડ્રગ્સ હોવાનું માલુમ પડ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેણે તે ક્યાંથી લાવ્યો તે પુછતાં તેણે કબુલ્યું હતું કે, ગત 7મી એપ્રિલે ભરૂચ રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી વડોદરા ગયો હતો. જ્યાં રેલવે સ્ટેશનની બહાર આવી રજવાડી ચ્હાની દુકાન પર ફૈસલ નામના શખ્સ પાસેથી તેણે 29 હજારમાં જથ્થો ખરીદ્યો હતો..જે તે હવે છુટક વેચવાનો હતો. એસઓજીએ બન્ને વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામ ખાતે રૂ.૨૮૪૫૦૦ ની મતાની ચોરી ….

ProudOfGujarat

ભરૂચના પ્રભારી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અગ્નિ કાંડ સર્જાયેલી હોસ્પિટલની મુલાકાત લીધી.

ProudOfGujarat

પ્રાઉડ ઓફ ગુજરાતનાં અહેવાલની અસરથી ગોધરા વાલ્મિકી વાસમાં લટકતા જોખમી વીજવાયરનું MGVCL તંત્ર દ્વારા સમારકામ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!