Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ૩૪૮ બેઠકો માટે અંતિમ દિવસે ૧૧૯૭ ફોર્મ ભરાયાં

Share

ચાર નગર પાલિકા માટે ૪૧૯, ૯ તાલુકા પંચાયત માટે ૬૨૭ અને જિલ્લા પંચાયત માટે ૧૫૧ નામાંકન આવ્યાં
ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-૨ અને અંકલેશ્વરની બોરભાઠા બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ હોવાની ચર્ચા
। ભરૂચ ।
ભરૂચ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને અંતિમ દિવસે એટલે કે શનિવારે કલેક્ટર કચેરી સહિત વિવિધ ચૂંટણી પંચની કચેરીની બહાર ઉમેદવારોનો રાફડો જોવા મળ્યો હતો. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. ત્યારે વિવિધ પક્ષોના ઉમેદવારોએ આંતરિક વિવાદો વચ્ચે ઉમેદવારી પત્રો ભરતાં કલેક્ટર કચેરી ખાતે આવેલી ચૂંટણી શાખાની બહાર ભારે વિજયવિશ્વાસ સાથે ઉમેદવારી નોંધાવવા આવેલાં ઉમેદવારોની કતાર લાગી હતી. દિવસના અંતે ચાર નગર પાલિકા માટે ૪૧૯, ૯ તાલુકા પંચાયત માટે ૬૨૭ અને જિલ્લા પંચાયત માટે ૧૫૧ નામાંકન આવ્યાં હતાં.
ગુજરાત ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની ૧ એપિલે જાહેરાત કરવામાં આવી હતી. ચૂંટણી જાહેરાત બાદથી જ રાજકિય પક્ષોની હિલચાલ તેજ બની હતી. ૬  એપ્રિલથી ૧૧મી એપ્રિલ સુધી ફોર્મ ભરવાની તારીખ હતી જોકે, પહેલાં ત્રણ દિવસ એક પણ ફોર્મ ભરાયાં ન હતાં. જ્યારે ૯મીએથી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી. જોકે, ભાજપ કે કોંગ્રેસ બન્ને પક્ષે તેમના ઉમેદવારોની જાહેરાત અંતિમ સમય સુધી કરી ન હતી. ગઈકાલે રાત્રીના સમયે ભાજપે ઉમેદવારોની જાહેરાત કરતાં શનિવારે સવારથી જ ભાજપના ઉમેદવારોએ જેતે વિસ્તારની ચૂંટણી શાખામાં પહોંચી ફોર્મ ભરવાની કવાયત શરૂ કરી દીધી હતી. ભાજપે ભરૂચ નગરપાલિકાની બેઠકોને લઈને આંતરિક વિવાદ વકરે તે પહેલાં જ તેને ડામવા મોટા ભાગના ઉમેદવારો રિપીટ કર્યા હતાં. જોકે, કોંગ્રેસમાં શહેર પ્રમુખ તેમના ઉમેદવારોને સમજાવવામાં ઉણા ઉતર્યા હતાં. જેથી ઉમેદવારોને અંદરખાને મેન્ડેટ આપી દીધાં હતાં. જોકે, કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ભરવા માટે એકત્ર થતાં વાતાવરણ ગંભીર બન્યું હતું.
આ લખાય છે ત્યા સુધી ફોર્મ ચકાસણીની કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે અત્યાર સુધીમાં ભરૂચ તાલુકા પંચાયતની પાલેજ-૨ બેઠક, અંકલેશ્વર તાલુકા પંચાયતની બોરભાઠા બેટ પર ભાજપ બીન હરીફ રહ્યું હતું. જયારે ભરૂચ તાલુકાની ઝાડેશ્વર ૧ બેઠક સ્ત્રી ઓબીસીની હોવા છતાં પુરૂષ દ્વારા ફોર્મ ભરાતાં ભાજપની મહિલા દાવેદાર બીન હરીઠ નોંધાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.ભરૂચ જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૯ તાલુકા પંચાયતોની ૧૮૨ બેઠક માટે કુલ ૬૨૭ ફોર્મ ભરાયાં હતાં. જ્યારે જિલ્લા પંચાયતની ૩૪ બેઠક માટે ૧૫૧ ફોર્મ અને ૪ નગરપાલિકાઓની ૧૩૨ બેઠકો માટે કુલ ૪૧૯ ફોર્મ ભરાયાં છે.

Share

Related posts

અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉજવણી સરકારી કચેરીઓ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

ભરૂચ અન્ન ઉત્સવ દિન નિમિત્તે ભરૂચ દાંડીયા બજાર સ્કૂલ ખાતે વિનામૂલ્યે અનાજ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ કસક ગળનાળામાં લકઝરી બસ પ્રવેશી જતા ટ્રાફિક જામ સર્જાયો, ભારે જહેમત બાદ માર્ગ ખુલ્લો થયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!