ભુવા ચોકડી પાસે બપોરના સમયે બનેલી ઘટના
।ભરૂચ।
મુળ યુપીના મિરજાપુરનો વતની અને હાલમાં ભુવા ચોકડી પાસે આવેલાં શ્રી ગણેશ પેટ્રોલપંપની બાજુમાં રહેતો ભીમપ્રસાદ શિતલાપ્રસાદ દુબે દહેજ ખાતે આવેલી નેપ્ચ્યુન બિલ્ડકોન નામના આરએમસી પ્લાન્ટમાં ડમ્પર પર ડ્રાઈવર તરીકે કામ કરે છે. ગઈકાલે તેના પ્લાન્ટનું ડમ્પર લઈને રાજપારડી કપચી ભરવા ગયો હતો.
જ્યાથી પરત દહેજ ખાતે આવેલાં તેમના પ્લાન્ટ પર ખાલી કરવા જતાં હતાં. તે વેળા ભુવા ચોકડી પાસે આવેલી તેમની નેપ્ચ્યુન બિલ્ડકોનની ઓફિસમાં પાસ બનવવાનો હોઈ તેમનું ડમ્પર રોડની સાઈડમાં ઉભું રાખી પાર્કિંગ લાઈટ ચાલુ કરી પાસ બનાવવા માટે ઓફિસે ગયો હતો. તે વેળાં ભરૂચથી દહેજ તરફ જતાં એક ડમ્પર ચાલકે કોઈ કારણસર સ્ટિયરીંગ પરનો કાબુ ગુમાવતાં તેનું ડમ્પર ભીમપ્રસાદના રોડની સાઈડમાં ઉભેલાં ડમ્પરની પાછળ ધડાકાભેર અથાડી દેતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી લોકો દોડી આવતાં અકસ્માત સર્જનાર ડમ્પરના ડ્રાઈવર કેબિનને ભારે નુકશાન તયું હતું. જ્યારે ડ્રાઈવરને પણ ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવારમાટે ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તબીબે તપાસ કરતાં તેનું મોત થયાનું માલુમ પડ્યું હતું. દરમિયાનમાં લોકોની વાતચિતમાં ડ્રાઈવરનું નામ બીરબલ જયરામ યાદવ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ભરૂચ તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ દહેજ રોડ પર ઉભેલા ડમ્પરમાં ભટકાયેલાં અન્ડ ડમ્પર ચાલકનું મોત
Advertisement
