Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં ચૂંટણી સંગ્રામ: કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવી ફોર્મ પરત ખેંચાવ્યાના આક્ષેપ

Share

 

ચૂંટણી વિભાગની કચેરીની બહાર ફોર્મ પરત ખેંચતાં ગદ્દાર ગદ્દારના નારા લાગ્યા

Advertisement

 

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લો ભારે ચર્ચામાં રહ્યો છે. તેમાંય ભરૂચ નગરપાલિકામાં વોર્ડ નંબર રમાં એક તરફ ડબલ મેન્ડેડના વિવાદે ભારે ચર્ચા જગાવી હતી. ત્યાં બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે પુન: રાજકિય માહોલ ગરમાયો હતો. ભરૂચ પાલિકાના વોર્ડ નંબર ૪ના કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતાં કોંગ્રેસના આગેવાનોમાં ભારે રોષ ફેલાયો હતો. ઉમેદવાર મનીષ જાદવે ફોર્મ પરત ખેંચ્યું ત્યારે કોંગ્રેસના આગેવાનોને કચેરીમાં જવા નહીં દેતાં આગેવાનોમાં આક્રોશ ફેલાયો હતો.

જ્યારે કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો અને પોલીસ વચ્ચે ખેંચતાણના દ્રશ્યો સર્જાયાં હતાં. ઉમેદવાર મનીષ જાદવના ટેકેદારને બદલે બીજા લોકોને પ્રવેશ આપવામાં આવ્યો હોવાના આક્ષેપોને મામલો વધુ ગરમાયો હતો. કચેરી પાસે અચાનક તણાવયુક્ત માહોલ સર્જાયો હતો. બીજી તરફ ઉમેદવાર મનીષ જાદવ બહાર નિકળતાં શહેર પ્રમુખ સહિતના આગેવાનોએ તેણે ફોર્મ કેમ પરત ખેંચ્યું તે અંગે પુછવાની કોશિષ કરતાં તે વેળાં ભારે આક્રોશ ફેલાયો હતો. કોંગ્રેસી આગેવાનો તેમજ કાર્યકરોએ ગદાર-ગદ્દારના સુત્રો ઉચ્ચારતાં વાતાવરણ તંગ બન્યું હતું. જેના પગલે ઉમેદવારા મનીશ પટેલે ઘર સુધી પરત જવા માટે પોલીસ સુરક્ષા માંગતા પોલીસે તેમને બાઈક પર સુરક્ષિત રીતે તેમના ઘરે છોડી આવ્યાં હતાં.બીજી તરફ વોર્ડ નંબર પમાંથી પણ કોંગ્રેના ઉમેદવાર રાજવીર વસાવાએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યું હતું.

 

પોલીસ-સત્તાના ઉપયોગથી ભાજપે દબાણ લાવતાં ફોર્મ ખેંચાયાં

શહેર કોંગ્રેસ સમિતીના પ્રમુખ સલીમ અમદવાદીએ જણાવ્યું હતું કે, ભાજપે સત્તાના જોરે પોલીસનો ઉપયોગ કરી અમારા સભ્યોને છેલ્લાં બે-ત્રણ દિવસથી દબાણ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારોના પરિવારો તેમજ સગા સંબંધો પર પણ દબાણ લાવી ઉમેદવાર કે પરિવાર સાથે કોઈ પણ અનિચ્છનિય બનાવ બની શકે તેવી ધમકીઓ આપવામાં આવી રહી હતી. ભાજપે કોંગ્રેસના પાંચથી ૭ઉમેદવારો ફોર્મ પરત ખેંચાડવા માટેના પ્રયાસ કર્યા હતા.


Share

Related posts

રીક્ષા માંથી વિદેશી દારૂ નું વેચાણ કરતા ઝડપાયા … રીક્ષા અને વિદેશી દારૂ મળી કુલ રૂ ૧૦૬૫૦૦ ની મત્તા જપ્ત ૨ ઈસમોની અટક …

ProudOfGujarat

રાઈટ ટુ એજ્યુકેશનનું ફારસ કે સરકારી નોટંકીના પગલે લોકો ત્રાહિમામ …

ProudOfGujarat

સ્કૂલો-કોલેજોમાં શિક્ષણ બંધ રાખવાનો આદેશ છતા વડોદરાના MSU ના ઈગ્નો સેન્ટર પર પરીક્ષા લેવાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!