Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

  ભરૂચ જિલ્લાની શાળાઓમાં મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા

Share

 

 

Advertisement

ભરૂચ

 

ગુજરાત રાજય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/ પેટા ચુંટણીઓ એપ્રિલ-૨૦૨૬ તા.૦૧/૦૪/૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવેલ છે. જે પૈકી ચૂંટણી હેઠળના વિસ્તારોમાં તા.૨૬/૦૪/૨૦૨૬ના રોજ મતદાન થનાર છે. મતદાનની આ પ્રક્રિયામાં નોગરીકો ઉત્સાહ પૂર્વક ભાગ લઇ લોકશાહીમાં પોતની ભાગીદારી નોંધાવે તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જાગૃતિના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવેલ છે.

જિલ્લાના મતદાતાઓમાં જાગૃતિ લાવવા માટે સ્વીપ પ્રવૃતિ અંતર્ગત જિલ્લાની વિવિધ શાળાઓમાં ફુલ શણગાર સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, પોસ્ટર મેકિંગ, બ્લેક બોર્ડ ડિઝાઇનિંગ તેમજ મતદાન જાગૃતિ રેલી જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. શાળાના છાત્રોએ વિવિધ કાર્યક્રમોમાં ભાગ લઈ લોકોને મતદાન કરવા પ્રેરણા પૂરી પાડી હતી.


Share

Related posts

સાઉથ આફ્રિકામાં જંબુસરના વેપારીનું અપહરણ : પોલીસ યુનિફોર્મમાં આવેલા શખ્સોએ ચેકિંગના બહાને કાર રોકી વેપારીને અન્ય કારમાં બેસાડી લઈ ગયા

ProudOfGujarat

ઝઘડિયાના ગુમાનદેવ નજીક પુલ પર ઓવરટેક કરવા જતા બે વાહનો ટકરાયા

ProudOfGujarat

ક્ષત્રિય સમાજના આગેવાન પી. ટી. જાડેજાની પાસા રદ કરવા કલેક્ટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!