Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લા માટે ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે બી.ડી. ડાવેરાની નિમણૂક

Share

 

ભરૂચ :

Advertisement

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા આગામી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી-2026ને મુક્ત અને નિષ્પક્ષ વાતાવરણમાં યોજવા માટે ભરૂચ જિલ્લામાં ચૂંટણી ઓબ્ઝર્વર (ચૂંટણી નિરીક્ષક) ની નિમણૂક કરવામાં આવી છે.

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા શ્રી બી.ડી. ડાવેરા (IAS), ચીફ એક્ઝિક્યુટિવ ઓથોરિટી, વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) ને ભરૂચ જિલ્લાના ચૂંટણી ઓબ્ઝર્વર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ ભરૂચ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો તેમજ ભરૂચ, અંકલેશ્વર, આમોદ અને જંબુસર નગરપાલિકાઓના મત વિભાગોની સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખશે.

જિલ્લાની જનતાને આ નિમણૂકની નોંધ લેવા અને ચૂંટણી સંબંધિત રજૂઆતો કે પ્રશ્નો માટે જી.એન.એફ.સી (GNFC) ગેસ્ટ હાઉસ, ભરૂચ ખાતે નિર્ધારિત સમયે સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે.

વધુ માહિતી અથવા રજૂઆત માટે મોબાઈલ નંબર 92279 99022 તથા ટેલિફોન નંબર 02642-299486 પર સંપર્ક કરી શકાય છે.

આ માહિતી સ્થા.સ્વ.સંસ્થાઓ અને નિવાસી અધિક કલેક્ટર ઇન્ચાર્જ પાર્થ જયસ્વાલ દ્વારા જાહેર કરવામાં આવી હોવાનું અખબારી યાદીમાં જણાવાયું હતું.


Share

Related posts

પંચમહાલ જીલ્લામાં ઘોઘંબા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન, ૬૭ યુનિટ બ્લડ એકત્રિત થયું.

ProudOfGujarat

વડોદરા : શિવરાત્રીએ સૂવર્ણ મઢિત સર્વેશ્વર મહાદેવની પ્રતિમાનાં લોકાર્પણને લઈ સુરસાગર તળાવની સફાઇ કરાઇ.

ProudOfGujarat

આજરોજ વર્લ્ડ વેટરીનરી ડે નિમિત્તે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સનાં સ્ટાફ દ્વારા કેક કટ કરી ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!