Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ તાલુકામાં બેફામ ડમ્પર ચાલકોનો આતંક, માર્ગ પર માટી ખલવાતા વાહનચાલકો પરેશાન

Share

વાંકલ :: સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. વાંકલ કોલેજથી વાંકલ-આમખુટા જતાં જાહેર માર્ગ પર રાત્રિના સમયે ઝડપથી દોડતા ડમ્પરોમાંથી માટી રસ્તા પર ખલવાઈ જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, બેફામ દોડતા ડમ્પરો પર તાડપત્રી બાંધવામાં આવતી નથી, જેના કારણે રેતી, કપચી અને માટી અવારનવાર રસ્તા પર પડી રહે છે. આ કારણે રસ્તા પર ફિસલણ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, જે અકસ્માતનો ભય ઊભો કરે છે.

Advertisement

વાહનચાલકો માટે આ પરિસ્થિતિ માથાના દુખાવા સમાન બની ગઈ છે. ખાસ કરીને રાત્રિના સમયે આવી ઘટનાઓ વધુ જોખમી સાબિત થઈ રહી છે.

સ્થાનિક લોકો દ્વારા તંત્રને માંગ કરવામાં આવી છે કે, આવા બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તાડપત્રી વિના માલ વહન કરતા વાહનો પર નિયંત્રણ લાવવામાં આવે, જેથી માર્ગ સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે.


Share

Related posts

સુરેન્દ્રનગર જીલ્લા ના લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહ ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

નેત્રંગનાં ઢેબાર ગામના ત્રણ માનસિક અસ્થિર વ્યક્તિઓની વ્હારે આવ્યા મહિલા આગેવાન.

ProudOfGujarat

નડિયાદ : માતરના અસામલી ગામેથી એક બોગસ ડોકટરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!