Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કન્ટેઈનર ચાલકે બાઈક સવાર પિતા-પુત્રને ટક્કર મારી, પિતા પટકાતાં કન્ટેઈનરનું ટાયર ફરી વળ્યું : મોત

Share

 

વાગરાની વિલાયત ચોકડી પાસે આવેલા નાળા નજીક બનેલી દુર્ઘટના

Advertisement

ભરૂચ.

વાગરા તાલુકાના અરગામા ગામે નવી નગરી વિસ્તારમાં રહેતાં વિનોદ કમલેશ વસાવા ગત ૨૦મીએ સાંજના સમયે તેમના પિતા કમલેશ દેસાઈ વસાવા સાથે તેમની બાઈક પર વિલાયત ચોકડી પાસે સામાન ખરીદી કરવા માટે ગયાં હતાં. તેઓએ વિલાયત ચોકડી પર આવેલાં એક શોપિંગમાંથી સામાન લઈ ઘરે પરત આવવા માટે નિકળ્યાં હતાં.

દરમિયાનમાં થોડે દૂર આવેલાં નાળા પાસે પહોંચતાં એક કન્ટેઈનરના ચાલકે પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાનું કન્ટેઈનર હંકારી લાવી તેમની બાઈકને પાછળથી ટક્કર મારતાં પિતા-પુત્ર બન્ને રોડ પર ફંગોળાઈ ગયાં હતાં. દરમિયાનમાં તેમના પિતા પરથી કન્ટેઈનરનું ટાયર ફરી વળતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી. જ્યારે કન્ટેઈનર ચાલક તેનું વાહન સ્થળ પર જ મુકી ભાગી ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયાં હતાં. લોકોએ તેમના પિતાને બહાર કાઢી જોતાં તેમને ગંભીર ઈજાઓ થઈ હોવાને કારણે તેમને તાત્કાલિક સારવાર માટે ૧૦૮ની મદદથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડયાં હતાં. જયાંથી તેમને વધુ સારવાર માટે વડોદરા અને બાદમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયાં હતાં. જયાંથી પરત ભરૂચ લાવતી વેળાં તેમનું મોત નીપજયું હતું. બનાવને પગલે વાગરા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ ના બાયપાસ ચોકડી પર સ્થાનિકોનો ચક્કાજામ યોજાયો હતો-ખરાબ માર્ગ ના કારણે લોકો રસ્તા પર ઉતરી આવી ચોકડી પર ના તમામ વાહનોને અટકાવી ભારે સુત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું….

ProudOfGujarat

ઝઘડિયાના સારસા ગામ નજીક કેળના ખેતરમાંથી દિપડાએ ખાધેલ અવસ્થામાં એક ઇસમનો મૃતદેહ મળ્યો

ProudOfGujarat

નર્મદા ડેમના પીઆરઓ કચેરીમાં ફરજ બજાવતો કર્મચારી છેલ્લા 9 માસથી પેન્શનથી વંચિત.મુખ્યમંત્રીને રજૂઆત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!