Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે બેકાબુ બનેલ ઇનોવા કાર વૃક્ષમાં ભટકાઇ : ૪ ને ઇજા એકનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત રાત્રીના સમયે ભરૂચ, અંકલેશ્વર માર્ગ પર ભૂતમામાની ડેરી નજીક અકસ્માતની ઘટના બનતા એક સમયે ઉપસ્થિત લોકોમાં દોડધામ મચી હતી, બેકાબુ બનેલ ઇનોવા કારના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નજીકમાં આવેલ ખાડીમાં ઘુસ્યા બાદ વૃક્ષમાં ભટકાઇ હતી.

અચાનક સર્જાયેલ ઘટનાના પગલે કારમાં સવાર ૫ જેટલા વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તો બે જેટલા વ્યક્તિઓ અકસ્માત બાદ કારમાં ફસાઈ જતા તેઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા હતા, ઘટનામાં ઇજાગ્રસ્તો પૈકી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, સમગ્ર અકસ્માતની ઘટના બાદ એક સમયે સ્થળ ઉપર લોકટોળા પણ જામ્યા હતા તો તમામ ઇજાગ્રસ્તોને ૧૦૮ એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

વડોદરા : કૃષ્ણનગર પાસે વિશ્વામિત્રી નદી પર આવેલ પુલ નવો બનાવવાની માંગ સાથે સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ચીમકી ઉચ્ચારી.

ProudOfGujarat

વડોદરા : કરમડી ખાતે વડોદરા દૂધ ડેરીના અધ્યક્ષ, કરજણ તાલુકા પંચાયતના નવ નિયુક્ત અધ્યક્ષ, પાટીદાર સમાજના અધ્યક્ષનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

અંકલેશ્વર માંથી બે વિદેશી દારૂ ના કેસો કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!